Aapnu Gujarat
બિઝનેસ

એમેઝોનના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ભારતીય મૂળના ઈન્દિરા નૂઈ સામેલ

પેપ્સિકોના પૂર્વ સીઈઓ ઈન્દિરા નૂઈ એમેઝોનના બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં સામેલ થઈ ગઈ છે. ઓનલાઇન રિટેલ કંપની તરફથી તેની જાહેરાત કરવામાં આવી છે. ઓક્ટોબર ૨૦૧૮માં પેપ્સિકોમાંથી રાજીનામું આપનારી નૂઈ એમેઝોનના બોર્ડ ઓફ ડાયરેક્ટરોમાં સામેલ થનારી બીજી ભારતીય મૂળની મહિલા છે. આ પહેલા ફેબ્રુઆરીની શરૂઆતમાં સ્ટારબક્સની એક્ઝિક્યુટિવ રોસલિન્ડ બ્રેવર પણ બોર્ડમાં સામેલ થઈ હતી.
એમેઝોન તરફતી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, અમે આ મહિને અમારા બોર્ડ ઓફ ડાયરેક્ટરોમાં બે નવા સભ્યોની પસંદગીથી ખુબ ઉત્સાહિત છીએ. રોજ બ્રેવર અને ઈન્દિરા નૂઈ, તમારૂ સ્વાગત છે. નૂઈ એમેઝોનની ઓડિટ સમિતિની સભ્ય રહેશે. ભારતમાં જન્મેલી ૬૩ વર્ષની નૂઈએ ૧૨ વર્ષ સુધી પેપ્સિકોની કમાન સંભાળ્યા બાદ ગત વર્ષે ઓગસ્ટમાં પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
આ પહેલા ન્યૂયોર્ક ટાઇમ્સના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, વર્લ્ડ બેન્કના અધ્યક્ષ પદ માટે વ્હાઇટ હાઉસ ઈન્દિરા નૂઈના નામ પર વિચાર કરી રહ્યું છે.
ખબર અનુસાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાંકા ટ્રમ્પે નૂઈને વહીવટી ભાગીદાર ગણાવી હતી. ઇવાંકા વિશ્વબેન્કના નવા પ્રમુખ માટેની અરજી પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા નિભાવી રહી છે. સૂત્રોએ કહ્યું કે, વિશ્વબેન્કના પ્રમુખની પસંદગી પ્રક્રિયા હજુ પ્રારંભિક ચરણમાં છે.

Related posts

Sensex closes at 39615.90 with 86.18 points higher, Nifty closes at 11870.65

aapnugujarat

ભારતમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ વધીને ૪૦ અબજ ડોલરે પહોંચ્યું

editor

Sensex down by 16.67 pts at 37,830.98, Nifty ended by 19.15 points at 11,252.15

aapnugujarat

Leave a Comment

UA-96247877-1