Aapnu Gujarat
બિઝનેસ

ભારતમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ વધીને ૪૦ અબજ ડોલરે પહોંચ્યું

ભારતીયો માટે કિંમતી ધાતુ સોનું મૂડીરોકાણ માટે હંમેશા પસંદગીનું સ્રોત રહ્યુ છે જાે કે સમય પરિવર્તનની સાથે સોનાનું સ્થાન હવે ક્રિપ્ટકરન્સી લઇ રહી છે તેવું દેખાઇ રહ્યુ છે. ભારતમાં ક્રિપ્ટોકરન્સીના ખરીદ-વેચાણ ઉપર પ્રતિબંધ છે છતાં ભારતીયો દ્વારા ક્રિપ્ટોકરન્સીઓમાં મૂડીરોકાણ છેલ્લા એક વર્ષની દરમિયાન બમણું થયુ છે.ક્રિપ્ટો કરન્સીની વિશ્વબજારમાં આજે ઘટયા ભાવથી ઝડપી તેજી જાેવા મળી હતી. ઘટયા મથાળે નવું બાઈંગ બજારમાં આવ્યાના નિર્દેશો હતા. બિટકોઈનના ભાવ જે નીચામાં ૩૦ હજાર ડોલર નજીક ઉતરી ગયા હતા તે ત્યારબાદ ઉછળતા રહી આજે ઉંચામાં ૩૫ હજારની ઉપર ૩૫૨૮૬થી ૩૫૨૮૭ ડોલર થઈ ૩૪૩૭૭થી ૩૪૩૭૮ ડોલર રહ્યા હતા.બિટકોઈનમાં આજે ૩૨થી ૩૩ અબજ ડોલરનું ટ્રેડીંગ થયું હતું તથા બજાર ભાવ વધતાં માર્કેટ કેપ જે ઘટી ૬૦૦ અબજ ડોલરની અંદર ઉતરી ૫૭૪થી ૫૭૫ અબજ ડોસર થઈ રહ્યું હતું તે આજે ફરી વધી ૬૦૦ અબજની સપાટી કુદાવી ૬૪૪થી ૬૪૫ અબજ ડોલર થયાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.ભારતીયો પરિવારોના ઘરમાં ૨૫,૦૦૦ ટનથી વધારે સોનું પડેલુ છે. જાે કે હવે લોકો ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા આકર્ષાયા છે. એક રિસર્ચ રિપોર્ટ મુજબ ભારતીયો દ્વારા ક્રિપ્ટોકરન્સીમાં મૂડીરોકાણ છેલ્લા એક વર્ષમાં ૨૦ કરોડ ડોલરથી વધીને ૪૦ અબજ ડોલરે પહોંચી ગયુ છે. જાે કે ભારતની મધ્યસ્થ બેન્ક ક્રિપ્ટોકરન્સીના વધી રહેલા આકર્ષણથી ખુશ નથી અને તેના ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂક્યો છે.૩૨ વર્ષીય એક મહિલા રિચી સૂદ એવા રોકાણકારોમાં શામેલ છે, જેમણે સોનાના બદલે ક્રિપ્ટોકરન્સીમાં નાણાં રોકવાનું શરૂ કર્યુ છે. પાછલા વર્ષના ડિસેમ્બરથી અત્યાર સુધીમાં તેમણે ૧૦ લાખ રૂપિયાથી વધારે ઇન્વેસ્ટમેન્ટ કર્યુ છે.તેમાંથી કેટલીક રકમ તેમણે પોતાના પિતાથી ઉધાર લીધી હતી. તેમણે મુખ્યત્વે બિટકોઇન, ડોગીકોઇન અને ઇથરમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યુ છે. ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટથી તેમને વધારો નફો પણ મળ્યો છે. ચાલુ વર્ષે ફેબ્રૂઆરીમાં જ્યારે બિટકોઇનની કિંમત ૫૦,૦૦૦ ડોલરને આંબી ગઇ ત્યારે તેમણે જબરદસ્ત નફાવસૂલી કરી હતી.અલબત્ત તાજેતરમાં આવેલા મોટા કરેક્શન બાદ તેમણે ફરીથી બિટકોઇનમાં રોકાણ કર્યુ છે. આનાથી તેમને પોતાના બિઝનેસનું વિસ્તરણ કરવામાં ઘણી મદદ મળી છે. ઇન્વેસ્ટમેન્ટ એક્સપટ્‌ર્સનું કહેવુ છે કે, ગોલ્ડ અને પ્રોપર્ટી કરતા ક્રિપ્ટોકરન્સી વધારે પારદર્શક છે અને ટુંકાગાળામાં વધારે રિટર્ન આપે છે.ભારતમાં હાલ ૧.૫ કરોડથી વધારે એવા રોકાણકારો છે, જે ડિજિટલ કોઇનનું ખરીદ-વેચાણ એટલે કે ટ્રેડિંગ કરી રહ્યા છે. અમેરિકામાં ક્રિપ્ટોકરન્સીના ઇન્વેસ્ટર્સની સંખ્યા ૨.૩ કરોડ છે અને ઇંગ્લેન્ડમાં હાલ ૨૩ લાખ લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કર્યુ છે. આવી રીતે ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટના મામલે ભારતીય રોકાણકારોની સંખ્યા અમેરિકાની નજીક બહુ જલ્દી પહોંચી શકે છે.ભારતમાં ક્રિપ્ટોકરન્સીના પહેલા એક્સચેન્જના સ્થાપકનું કહેવુ છે કે, ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ મામલે સૌથી વધારે રસ ૧૮થી ૩૫ વર્ષના લોકો દર્શાવી રહ્યા છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની નવી રિપોર્ટમાં જાણવા મળ્યુ છે કે, ભારતમાં ૩૪ વર્ષથી ઓછી વયના લોકો વૃદ્ધોની તુલનાએ સોનામાં ઓછું ઇન્વેસ્ટમેન્ટ કરવા ઇચ્છે છે.ક્રિપ્ટોકરન્સીની વ્યાપક સ્વીકાર્યતાને રોકતી સૌથી મોટી અડચણ એક નિયામકીય અનિશ્ચિતા છે. પાછલા વર્ષે સુપ્રીમ કોર્ટે બેન્કિંગ સંસ્થાઓ દ્વારા ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂકનાર વર્ષ ૨૦૧૮ના નિયમને રદ કરી દીધો, જેના પરિણામે ભારતમાં ક્રિપ્ટો ટ્રેડિંગ જબરદસ્ત વધ્યુ છે.ભારતની મધ્યસ્થ બેન્કે કહ્યુ કે, ક્રિપ્ટોકરન્સીની ટ્રેડિંગને મંજૂરી આપવા બાબતે કેટલી મુખ્ય ચિંતાઓ છે અને છ મહિના પહેલા ભારત સરકારે ડિજિટલ કોઇનના ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જાે કે હાલ આ મામલે મૌન છે.ભારતીયોના ડિજિટલ એસેટ્‌સ હોલ્ડિંગ્સનું મૂલ્ય એ તેમના ગોલ્ડ માર્કેટનો એક હિસ્સો બની ગયુ છે એ વાત નક્કી છે. એવુ જણાવતા કોઇનજીકોના મતાનુસાર સૌથી મોટા ચાર ક્રિપ્ટો એક્સચેન્જ પર દૈનિક ટ્રેડિંગ વર્ષ પૂર્વેના ૧.૦૬ કરોડ ડોલરથી વધીને હાલ ૧૦.૨ કરોડ ડોલરે પહોંચી ગયુ છે. ભારતીયો દ્વારા ક્રિપ્ટોકરન્સીમાં વધી ટ્રેડિંગ એ જાેખમ લેવાની ક્ષમતાના સંકેત આપે છે.

Related posts

अक्टूबर से 12 नई उड़ान शुरू करेगा स्पाइसजेट

aapnugujarat

एयर इंडिया का सावन स्पेशल ऑफर, टिकट ७०६ से शुरु

aapnugujarat

29 રૂપિયાની ચુકવણી કરો અને મેળવો 4 લાખ રૂપિયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1