Aapnu Gujarat
ગુજરાત

૫ સપ્ટેમ્બર સુધી વરસાદની સંભાવના નહિવત

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદ થવાની સંભાવનાઓ બહુ જ ઓછી હોવાની આગાહી ૭ દિવસ માટે કરેલી આગાહીમાં વ્યક્ત કરી છે. બીજી તરફ હવામાન નિષ્ણાત દ્વારા ૫મી સપ્ટેમ્બર સુધી વરસાદની સંભાવનાઓ નહિવત રહેવાની આગાહી કરી હતી. હવામાન વિભાગે રાજ્યના માત્ર દક્ષિણ ભાગમાં જ વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. આ સિવાયના ભાગો સૂકા રહેવાની તથા આગામી સમયમાં ગરમીમાં સામાન્ય વધારો થવાની શક્યતાઓ પણ જોવાઈ રહી છે. હાલ રાજ્ય પર વરસાદ આપતી એક્ટિવ સિસ્ટમ નથી અને નજીકના દિવસોમાં કોઈ સિસ્ટમ બનવાની શક્યતાઓ પણ નથી જેના કારણે વરસાદ માટે રાહ જોવી પડી શકે છે. રાજ્યના હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક દ્વારા બુધવારના રોજ સાત દિવસની આગાહી કરવામાં આવી હતી જેમાં માત્ર દક્ષિણ ભાગના કેટલાક જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છ અને રાજ્યના ઉત્તર અને મધ્ય ભાગમાં વરસાદની શક્યતાઓ લગભગ નહિવત હોવાનું જણાવવામાં આવ્યું છે. રાજ્યમાં વરસાદ ન બરાબર રહેવાની સંભાવનાઓ છે, પરંતુ દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ થઈ શકે છે. આગામી ૩-૪ દિવસ સુધી રાજ્યના આ જ વિસ્તારોમાં વરસાદ સિમિત રહેવાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની કોઈ શક્યતાઓ ન હોવાનું જણાવ્યું છે અને તે સાથે વાતાવરણ વાદળછાયું રહેવાની આગાહી કરી છે. હાલ રાજ્ય પર વરસાદ આપતી કોઈ સિસ્ટમ એક્ટિવ નથી જેના કારણે સારા વરસાદની કોઈ સંભાવનાઓ નથી. હાલ રાજ્યમાં દક્ષિણપશ્ચિમી અને પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે જે ભેજ લઈને આવી રહ્યા છે, રાજ્યના તાપમાનમાં નજીકના દિવસોમાં કોઈ મોટા ફેરફારની સંભાવનાઓ નથી પરંતુ જો હવામાન વધુ સૂકું થશે તો મહત્તમ તાપમાનમાં ૧-૨ ડિગ્રીનો વધારો થઈ શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદ ખેંચાયો તેની પાછળનું મહત્વનું કારણ અલનીનો હોવાનું જણાવ્યું છે અને આ સાથે આગામી સમયમાં કોઈ નવી સિસ્ટમ બનશે તો વરસાદ થઈ શકે છે પરંતુ નજીકના દિવસોમાં કોઈ સિસ્ટમ બનવાની સંભાવનાઓ નથી. ૫ તારીખ પછી વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે અને ૧૬ લઈને ૨૨-૨૩ સપ્ટેમ્બર દરમિયાન જુલાઈની યાદ અપાવે તેવો વરસાદ થઈ શકે છે. તેમણે સારા વરસાદ સાથે કૂવા અને બોર છલકાવાની પણ આગાહી કરી છે.

Related posts

શાસ્ત્રીનગરમાં મહિલાએ આત્મહત્યા કરી

aapnugujarat

હિતુ કનોડિયાનું બે મતદાર યાદીમાં નામ હોવા ખુલાસો

aapnugujarat

पाटीदार नेता हार्दिक के साथी चिराग पटेल के खिलाफ राजद्रोह के मामले में गैर जमानती वारंट जारी

aapnugujarat
UA-96247877-1