Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મેગા પોલ : મોદી સરકાર ફર્સ્ટ ડિવિઝનથી પાસ

દેશમાં આગામી કેટલાક સપ્તાહમાં લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવનાર છે. ટાઇમ્સ મેગા ઓનલાઇન પોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના હરિફો કરતા ખુબ આગળ દેખાઇ રહ્યા છે. મોદીને મોટા ભાગના લોકો ફરી એકવાર વડાપ્રધાન તરીકે જોવા માટે ઇચ્છુક છે. સર્વેમાં ભાગ લેનાર મોટા ભાગના લોકો તેમની સાથે દેખાયા છે. સર્વેમાં હિસ્સો લેનાર ત્રણ ચતુર્થાશ લોકોએ મોદી પર પંસદગી ઉતારી છે. આશરે એટલા જ લોકો માને છે કે ચૂંટણી બાદ મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર બનનાર છે. આ સર્વેમાં પાંચ લાખ કરતા વધારે યુઝર્સે ભાગ લીધો હતો. સારા અને નક્કર પરિણામ લેવા માટે ઓનલાઇન પોલમાં એવા જ લોકોના અભિપ્રાયની ગણતરી કરવામાં આવી હતી જે યુજર્સ ઇમેલ આઇડીથી લોગ ઓન કરીને સર્વેમાં ભાગ લઇ રહ્યા હતા. લોગ ઓનની શરત એવી રાખવામાં આવી હતી કે યુઝર્સ વારંવાર વોટ ન કરી શકે. પોલના પરિણામ દર્શાવે છે કે વડાપ્રધાન લોકપ્રિયતાના મામલે તેમના હરિફો કરતા ખુબ આગળ છે. આશરે ૮૪ ટકા લોકો માને છે કે જો આજે ચૂંટણી યોજાય તો વડાપ્રધાન તરીકે તેમની પ્રથમ પસંદગી મોદી રહેશે. આ યાદીમાં રાહુલ ગાંધી બીજા સ્થાન પર છે. ૮.૩૩ ટકા લોકોએ રાહુલ ગાંધીને વડાપ્રધાન તરીકે ગણાવ્યા છે. મમતા બેનર્જીને ૧.૪૪ ટકા મત મળ્યા છે. મોદી સરકારની કામગીરીને બે તૃતિયાશ લોકોએ સારી અને ખુબ સારી તરીકે ગણાવી છે. ૫૯.૫૧ ટકા લોકો સારી કામગીરી માટે મત આપે છે. મોદી સરકારને આ ઓનલાઇન સર્વેથી મોટો ફાયદો થાય તેમ પણ માનવામાં આવે છે. યાદીમાં રાહુલ ગાંધી ખુબ પાછળ રહી ગયો છે. ૮.૩૩ ટકા યુઝરે રાહુલ ગાંધીને વડાપ્રધાન તરીકે જોવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તૃણમુલ કોંગ્રેસ મમતા બેનર્જીને ૧.૪૪ ટકા વોટ અને બસપના વડા માયાવતીને ૦.૪૩ ટકા વોટ મળ્યા છે. ૫.૯ ટકા યુઝર આ ચાર સિવાય અન્યને વડાપ્રધાન તરીકે જોવા ઇચ્છુક છે. રાહુલ ગાંધી આજની તારીખમાં ૨૦૧૪ કરતા વધારે લોકપ્રિય છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા ૩૧ ટકા લોકો સહમત દેખાયા હતા જ્યારે ૬૩ ટકા લોકો હજુ પણ માને છે કે, પહેલા કરતા વધારે લોકપ્રિય થયા નથી. માત્ર ૩.૪૭ ટકા યુઝર માને છે કે, ૨૦૧૯ ચૂંટણી બાદ એનડીએ અને યુપીએના સમર્થન સિવાય મહાગઠબંધન સરકાર બની શકશે. મોદી સરકારના પાંચ વર્ષના કાર્યકાળમાં બે તૃતિયાંશ લોકો સરકારની કામગીરીથી સંતુષ્ટ દેખાયા છે. ૮.૨૫ ટકા લોકો મોદી સરકારની અવધિને સરેરાશ ગણાવે છે જ્યારે ૯.૯ ટકા યુઝર્સ કહે છે કે, કામગીરી ખરાબ રહી છે. પોલમાં મોદી સરકારની સૌથી મોટી સિદ્ધિ અને નિષ્ફળતા અંગે પુછવામાં આવતા ૩૫ ટકા લોકો માને છે કે, મોદી સરકારે ગરીબો માટેની યોજના ખુબ સફળરીતે ચલાવી છે. ૨૯ ટકા લોકો જીએસટીને મોટી સફળતા ગણે છે. નિષ્ફળતાની વાત કરવામાં આવે તો ૩૬ ટકા લોકો રામ મંદિર પર કોઇ વાત આગળ નહીં વધવાને નિષ્ફળતા માને છે. ૨૯.૫ ટકા લોકો રોજગારીના મુદ્દા પર મોદી સરકારને નિષ્ફળ ગણે છે. ૨૧.૮ ટકા લોકો ખેડૂતોના સંકટને મોટા પડકાર તરીકે ગણે છે. સર્વે કરતી વેળા લોકોના જુદા જુદા અભિપ્રાય લેવાયા હતા. ૨૦મી ફેબ્રુઆરી સુધી લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા.

પાંચ વર્ષ માં મોદી કોઇને કોઇ પ્રયોગ કરતા દેખાયા
વર્ષ ૨૦૧૪માં ભાજપ તમામ પ્રકારના વચનો સાથે સત્તામાં આવ્યા બાદ એક પછી એક પ્રયોગો કરવામાં આવ્યા છે. સરકાર બન્યા બાદ વડાપ્રધાન મોદીએ છેલ્લી સરકારોની સરખામણીમાં સતત પાંચ વર્ષના ગાળામાં કોઇને કોઇ નવા પ્રયોગ કર્યા છે. એફડીઆઈ, નોટબંધી, જીએસટી, એસસીએસટી એક્ટને પહેલાની જેમ બનાવવા અને આર્થિકરીતે પછાત લોકોને અનામત આપવાની બાબતનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં લોકસભા ચૂંટણી પહેલા પ્રશ્ન થાય છે કે, પ્રજા મોદી સરકારને કયા કામ માટે સૌથી વધારે મહત્વ આપે છે. આના જવાબાં લોકોનું કહવું છે કે, મોદી સરકારે ગરીબો માટે સરકારી યોજનાઓનું સફળરીતે વિસ્તરણ કર્યું છે. ૨૦૧૪માં ગાંધી જ્યંતિના દિવસે શરૂ થયેલા સ્વચ્છ ભારત અભિયાનને પણ લોકો મોટી સફળતા તરીકે ગણે છે. આ અભિયાન ઉપર દેશમાં લાખો શૌચાલયો બન્યા છે. તમામ સેલિબ્રિટી મારફતે સફાઈને લઇને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. રાજ્યો અને શહેરોને સફાઈ માટે પ્રેરિત કરવા સરકારે સ્વચ્છ શહેરોની યાદી તૈયાર કરી હતી. ત્યારબાદ અનેક જિલ્લાઓ ખુલામાં શૌચથી મુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. ત્રાસવાદીઓ સામે કરવામાં આવેલા સર્જિકલ હુમલાને પણ મોટી સફળતા તરીકે ગણે છે. મોદી સરકારની અવધિમાં પ્રધાનમંત્રી જનધન યોજના, મુદ્રા યોજના, પ્રધાનમંત્રી જીવન વિમા યોજના, અટલ પેન્શન યોજના, ઉજ્જવલા યોજના, જન આરોગ્ય યોજનાથી ગરીબોના જીવન ધોરણમાં સુધારો થયો છે. નોટબંધીના નિર્ણયને પણ આર્થિક સુધારની દિશામાં મોટી પહેલ તરીકે લોકો માની રહ્યા છે.

Related posts

ट्रेनों में पैंट्री कार की हालत सुधारने की तैयारी में रेलमंत्री

aapnugujarat

नोएडा के पॉश इलाके में लडकी की हत्या से सनसनी

aapnugujarat

ચૂંટણી સમયે જોડો અને તોડોની રાજનીતિ : ભાજપ – કોંગ્રેસ સામ સામે કરી રહ્યું છે નેતાઓના સંપર્કમાં હોવાનો દાવો

editor

Leave a Comment

UA-96247877-1