Aapnu Gujarat
મનોરંજન

ઇશા ગુપ્તા પાસે હાલમાં ચાર ફિલ્મો હાથમાં

બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકે જાણીતી રહેલી ઇશા ગુપ્તા પાસે હાલમાં એક સાથે ચાર ફિલ્મો હાથમાં છે. જે ફિલ્મો તેની પાસે હાથમાં છે તેમાં ટોટલ ધમાલ, દેશી મેજિક, વનડે અને હેરાફેરી-૩ ફિલ્મનો સમાવેશ થાય છે. તેની પાસે અન્ય કેટલીક અંગ્રેજી અને અન્ય ભાષાની ફિલ્મો પણ છે. મોટા ભાગે સોશિયલ મિડિયામાં પોતાના સેક્સી ફોટાઓ મુકીને ચર્ચામાં રહેનાર ઇશા ગુપ્તા બોલિવુડમાં છેલ્લા કેટલાક વર્ષોથી હોવા છતાં ફિલ્મ મેળવી લેવા હજુ સંઘર્ષ કરી રહી છે. તેની પાસે સારી ફિલ્મો હજુ આવી રહી નથી. તમામ કુશળતા, ખુબસુરતી અને સેક્સી ફિગર હોવા છતાં તે ફ્લોપ સાબિત થઇ રહી છે. ઇશા નિષ્ફળતા વચ્ચે લાઇમ લાઇટમાં રહેવા માટેના તમામ પ્રયાસો કરતી રહે છે. તેના ચાહકો પણ તેને સેક્સી રોલમાં જોવા માટે જ વધારે ઇચ્છુક રહે છે. ઇશા ગુપ્તા હાલમાં ઇન્સ્ટાગ્રામમાં કેટલાક નવા સેક્સી ફોટો મુકી ચુકી છે. જેના કારણે તે સતત ચર્ચામાં છે. તેના સેક્સી ફોટાની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે. જ્વેલરી બ્રાન્ડ માટે પણ તે હાલમાં નવા ફોટા પડાવી ચુકી છે. જે તમામનુ ધ્યાન ખેંચી રહ્યા છે. ઇશા ગુપ્તા બોલિવુડ અને સાથે સાથે દક્ષિણ ભારતની ફિલ્મોમાં કામ કરી રહી છે. તેની પાસે ફિલ્મોની ઓફર આવી રહી છે. જો કે તેની પાસે મલ્ટીસ્ટારર ફિલ્મો વધારે આવી રહી છે. તે બાદશાહો, રૂસ્તમમાં પણ નજરે પડી હતી. હાલમાં પણ તેની પાસે કેટલીક સારી ફિલ્મો હાથમાં છે. ૩૨ વર્ષીય ઇશા ગુપ્તાએ બોલિવુડમાં પોતાની કેરિયરની શરૂઆત જન્નત-૨ ફિલ્મ મારફતે કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે ઇમરાન હાશ્મીએ ભૂમિકા અદા કરી હતી. આ કુશળ અભિનેત્રીને હજુ સુધી બોલિવુડમાં એટલી સફળતા મળી નથી .

Related posts

રણવીર રોહિત શેટ્ટીની ફિલ્મ સિમ્બાને લઇ ઉત્સુક

aapnugujarat

સૂર્યાએ આગામી ફિલ્મ ‘જય ભીમ’નો ફર્સ્ટ લુક પોસ્ટર શેર કર્યુ

editor

સારા કાર્તિક આર્યન સાથે રોમાન્સ કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1