Aapnu Gujarat
Nationalતાજા સમાચાર

ચૂંટણી સમયે જોડો અને તોડોની રાજનીતિ : ભાજપ – કોંગ્રેસ સામ સામે કરી રહ્યું છે નેતાઓના સંપર્કમાં હોવાનો દાવો

ભાજપ કોંગ્રેસની અંદર ચૂંટણી સમયે તોડ જોડ ની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. 2022 ની વિધાનસભાની ચૂંટણીના ભણકારા સંભળાઈ રહ્યા છે

ભાજપ કોંગ્રેસની અંદર ચૂંટણી સમયે તોડ જોડ ની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. 2022 ની વિધાનસભાની ચૂંટણીના ભણકારા સંભળાઈ રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમના સંપર્કમાં કોંગ્રેસના 10 ધારાસભ્ય છે ત્યારે કોંગ્રેસે પણ એવું કહ્યું છે કે આ મારા સંપર્કમાં પણ ભાજપના દસ ધારાસભ્ય છે એટલે કે જોડ-તોડ ની રાજનીતિ આગામી સમયમાં જોવા મળી શકે છે પરંતુ અત્યારે તો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવાનું સિલસિલો જારી રહ્યો છે.

 ત્યારે કોંગ્રેસે સામા પક્ષે ગઈકાલે દાવો કર્યો હતો જેમાં વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ કહ્યું હતું કે,ધારાસભ્યો પહેલા કોંગ્રેસ છો઼ડીને ગયા તેઓ અમારા સંપર્કમાં છે. ભાજપ દ્વારા જે નવી જનરેશનના નેતાઓને ટિકિટ આપવાની છે અને જેને ટિકિટ નથી મળવાની એ ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. 10 કરતા પણ વધુ અમારા સંપર્કમાં છે. ભાજપના મોવડી મંડળના છે તેઓ અમારા સંપર્કમાં છે તેઓ તેમણે દાવો કર્યો છે. 

જોકે એ પહેલા રાજસ્થાનમાંથી કોંગ્રેસના નેતાએ એવું નિવેદન આપ્યું હતું કે ભાજપના સંપર્ક માં કોંગ્રેસના ધારાસભ્ય છે ત્યારે તેને લઈને પ્રથમ પ્રતિક્રિયા બીજેપી મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા દ્વારા આપવામાં આવી હતી તેમણે જણાવ્યું હતું કે અમારા સંપર્કમાં કોંગ્રેસના નેતાઓ છે અને કોંગ્રેસમાંથી તેઓ ભાજપમાં આવવા માંગે છે.

વિધાનસભાની ચૂંટણીઓની શરૂઆત થાય એ પહેલા જ હલચલ અત્યારથી જ જોવા મળી રહી છે. તેમાં પણ ખાસ કરીને કોંગ્રેસની સાથે સાથે આ વખતે આમ આદમી પાર્ટી દ્વારા પણ વિધાનસભાની ચૂંટણીઓને લઈને તૈયારીઓ તેજ કરવામાં આવી છે

Related posts

બજાર ધરાશાયી : સેંસેક્સ ૪૦૭ પોઇન્ટ ઘટીને બંધ : અમેરિકી ડાઉજોન્સમાં પણ ચાર ટકા સુધીનો ઘટાડો

aapnugujarat

અમારી સેના કોઇપણ સમયે યુદ્ધ માટે પૂર્ણ તૈયાર : ધનોવા

aapnugujarat

अब मानसिक संतुलन खो चुकी हैं कांग्रेस पार्टी : भाजपा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1