Aapnu Gujarat
રાષ્ટ્રીય

યુવકને ઓનલાઇન બિરયાનીનો ઓર્ડર ૫૦ હજારમાં પડ્યો!

એક યુવકને ઓનલાઇન બિરયાની ઓર્ડર કરવું એટલું મોંઘું પડ્યું કે તેના ખાતામાંથી ૪૯,૯૯૭ રૂપિયા કપાઇ ગયા. એ પણ ત્યારે જ્યારે યુવક ઓનલાઇન ઓર્ડર કેન્સલ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેના ખાતામાંથી આટલી મોટી રકમની છેતરપિંડી થતા યુવકના હોંશ ઉડી ગયા હતા.
હકીકતમાં નિશાંત રાજ નામનો યુવક બિહારથી બંગાળ ફરવા આવ્યો હતો. અહીંયા તેણે એક ઓળખીતાને ત્યાં રોકાણ કર્યું હતું. તેણે ઘર પહોંચતા પહેલા જ એક પ્લેટ બિરયાની ઓર્ડર કરી દીધી હતી. જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે, ઘરે પહેલાથી ખાવાનું તૈયાર છે તેથી તે પોતાનો ઓર્ડર કેન્સલ કરવા માટે ગૂગલ પર ગ્રાહક નંબર શોધવાનું શરૂ કર્યું.
નિશાંતના જણાવ્યા મુજબ, તેને ગૂગલ સર્ચમાં આવેલા નંબર પર ફોન કર્યો ત્યારે તેને એક એપ ડાઉનલોડ કરવા જણાવવામાં આવ્યું. નિશાંતે જેવી એપ ડાઉનલોડ કરી તેના ફોન પર મેસેજ આવવા લાગ્યા હતા. થોડી વારમાં તેના ખાતામાંથી ૧૯,૯૯૯,૧૯,૯૯૯ અને ૯,૯૯૯ ના ત્રણ ટ્રાન્ઝેક્શન થયા અને તેના ખાતામાંથી નાણાં કપાઇ ગયા હતા. ત્યારબાદ તે ફરિયાદ દાખલ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જો કે નતો પોલીસે નતો સાઇબર ક્રાઇમ શાખાએ તેની ફરિયાદ દાખલ કરી હતી. એટલું જ નહી ગઠિયાઓએ તેને ફોન કરીને જણાવ્યું હતું કે, પોલીસમાં ફરિયાદ દાખલ કરવી હોય તો કરી લે, નાણાં પરત મળશે નહીં.

Related posts

ઝપાઝપી બાદ સુનંદાની હત્યા થઈ : અહેવાલ

aapnugujarat

ભારતીય સેનાએ પાક.ની અનેક ચોકીઓ ફૂંકી મારી

aapnugujarat

માર્ચમાં ચંદ્રયાન-૨ મોકલશે ભારત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1