Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

માર્ચમાં ચંદ્રયાન-૨ મોકલશે ભારત

ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન એટલે કે ઈસરો આ વર્ષે માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-૨ મિશન પુરૂં પાડશે. ઈસરોના ચેરમેન ડો. કે સિવને જણાવ્યું કે, ભારતનો અંતરિક્ષ કાર્યક્રમ અત્યંત એડવાન્સ્ડ છે. ઈસરોના ચેરમેનના જણાવ્યા અનુસાર, ચીને માનવ મિશન ભલે પુરું કરી લીધું હોય, પરંતુ ભારત જ્યારે ૨૦૨૧માં અંતરિક્ષમાં માનવ મોકલશે ત્યારે તે અંતરીક્ષ ટેક્નોલોજીમાં ચીનને સમકક્ષ આવી જશે.
ઉલ્લેખનીય છે કે, ઈસરો વર્ષ ૨૦૨૧ના ડિસેમ્બર મહિનામાં ગગનયાન મિશન દ્વારા ત્રણ લોકોને અંતરિક્ષમાં મોકલવાનું આયોજન કરી રહ્યું છે. દેશનું આ પ્રથમ માનવ મિશન હશે અને આ મિશનથી પહેલા તેના અંગેની તૈયારીઓની ચકાસણી માટે ડિસેમ્બર ૨૦૨૦ અને જુલાઈ ૨૦૨૧ સુધીમાં બે માનવ રહિત યાન અંતરિક્ષમાં મોકલવામાં આવશે. ઈસરોના ચેરમેન ડો. કે. સિવનના જણાવ્યા અનુસાર, ભારત કોઈ પણ બાબતે ચીનથી પાછળ નથી. ચીને અંતરિક્ષમાં માનવ મિશન ભલે પુરું પાડી દીધું હોય, પરંતુ ગગનયાન મિશનની સફળતાની સાથે જ ભારત ચીનને સમકક્ષ આવી જશે.
ઈસરોના સિનિયર વૈજ્ઞાનિક વિવેક સિંહના જણાવ્યા અનુસાર, આજના યુગમાં ટેક્નોલોજી ઘણી એડવાન્સ્ડ થઈ ચૂકી છે. અગાઉ જ્યારે માનવને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા હતા ત્યારે તેના પહેલા અંતરિક્ષ યાનમાં પ્રાણીઓને મોકલવામાં આવતા હતા. જેનો હેતુ એ જોવાનો હતો કે અંતરિક્ષમાં જીવન માટે કઈ-કઈ બાબતો જરૂરી છે. આજે આપણી પાસે એવા રોબોટ છે જે એ જાણી શકે છે કે અંતરિક્ષ યાનને કઈ-કઈ વસ્તુઓની જરૂર હોય છે.ઈસરો માટે વર્ષ ૨૦૧૯ અત્યંત મહત્વનું છે, કેમ કે તે આ વર્ષે ૩૨ જેટલા લોન્ચિંગ કાર્યક્રમ પાર પાડવાનું છે. માર્ચ મહિના અંતમાં ચંદ્રયાન-૨ લોન્ચ થવાનું છે. ત્યાર બાદ ૧૪ લોન્ચ વ્હિકલ અને ૧૮ ઉપગ્રહને પણ અંતરિક્ષમાં મોકલવાની યોજના છે.
ઉલ્લેખનીય છે કે, ચીનનું સંશોધક યાન ચેંગ ચંદ્રની પાછળની સપાટી પર ઉતરવામાં સફળ થયું છે. ચીનના વૈજ્ઞાનિકોનો દાવો છે કે, આ પ્રથમ ઘટના છે જ્યારે કોઈ યાન ચંદ્રની બીજી બાજુએ ઉતર્યું હોય. આ યાનમાં વૈજ્ઞાનિક સંશોધન માટેના ઉપકરણ ફીટ કરેલા છે. જોકે, ચીન ચંદ્રની આપણને દેખાતી સપાટી ઉપર તો અનેક યાન અગાઉ મોકલી ચૂક્યું છે.

Related posts

સીએમને સુરક્ષા પૂરી ન પાડી શકતા હોય તો પીએમ રાજીનામું આપી દેઃ કેજરીવાલ

aapnugujarat

હાઈપ્રોફાઇલ શ્રીદેવી મોત કેસ બંધ : સસ્પેન્સ ખતમ

aapnugujarat

किसान कर्जमाफी योजनाओं से बढ़ा बैकों का एनपीए

aapnugujarat

Leave a Comment

UA-96247877-1