Aapnu Gujarat
ગુજરાત

પોલીસ બેડામાં ૧૯ આઈપીએસ સહિત ૩૨ ડીવાયએસપીની બઢતી સાથે બદલી

લોકસભાની ચૂંટણી પહેલા પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્યના ૧૯ આઈપીએસ અધિકારી સહિત ૩૨ ડીવાયએસપીની બઢતી સાથે બદલીના હુકમ કરવામાં આવ્યા છે. જેમાં બદલી કરાયેલા અધિકારીઓની વાત કરીએ તો એન.એન. કોમરને લૉ એન્ડ ઓર્ડરના આઇજીપીનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. તો ખુરશીદ અહેમદને અમદાવાદ હેડક્વાર્ટરના જેસીપીનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જ્યારે અન્ય અધિકારીઓમાં અશોકકુમાર યાદવ, મનિન્દરપ્રતાપ સિંઘ તથા હિમાંશુ શુક્લાને એટીએસમાં ડીઆઇજી તરીકે બઢતી સહિત અધિતારીઓની બઢતી આપવામાં આવી છે.
આર. જે. સવાણીને પ્રિન્સિપલ ઓફ પોલીસ ટ્રેનિંગ સ્કૂલ, વડોદરાનો ચાર્જ, અને વબાંગ જામીરને આઇજીપી ઈન્ટેલિજન્સ ગાંધીનગરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જ્યારે પ્રેમવીરસિંઘને સ્પેશિયલ બ્રાન્ચ-અમદાવાદના એડિશનલ સીપીનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. તો એસ. ભરડાને અમદાવાદના સેક્ટર-૨ના એડિશનલ સીપી, તથા એચ.આર. ચૌધરીને વડોદરા આર્મ્ડ યુનિટના ડીઆઇજી, તો બિપીન આહિરેને અમદાવાદ ઝોન-૬ના ડીસીપી અને મનોજ નિનામાની રાજકોટ સેન્ટ્રલ જેલના સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે બદલી કરવામાં આવી છે. સૌરભ તોલંબિયાની પશ્ચિમ કચ્છના એસપી, મહેન્દ્ર બગરિયાની સુરેન્દ્રનગરના એસપી, હિમકરસિંહની નર્મદાના એસપીતરીકે બદલી કરાઈ છે. જ્યારે યશપાલ જગનિયાની રાજ્યપાલના એડીસી તરીકે, જ્યારે અક્ષયરાજ મકવાણાને અમદાવાદ ઝોન-૫ના ડીસીપી અને ધર્મેન્દ્ર શર્માને ઝોન-૨ના ડીસીપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

Related posts

કોરોનાને પગલે ડાકોર મંદિર ત્રણ દિવસ બંધ રહેશે

editor

કોરોનાની પરિસ્થિતિમાં પોલીસ,આરોગ્ય અને મીડિયાકર્મીને સન્માનીત કરતા પ્રવિણ રામ*હજારોની સંખ્યામાં કોરોના વોરિયર્સને કરાયા સન્માનિત

editor

નર્મદા જિલ્લામાં કાયદો- વ્યવસ્થા અને સુલેહ-શાંતિ જાળવવા કેટલાંક કૃત્યો કરવા ઉપર મનાઇ ફરમાવાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1