Aapnu Gujarat
ગુજરાત

કોરોનાની પરિસ્થિતિમાં પોલીસ,આરોગ્ય અને મીડિયાકર્મીને સન્માનીત કરતા પ્રવિણ રામ*હજારોની સંખ્યામાં કોરોના વોરિયર્સને કરાયા સન્માનિત

      હાલ કોરોનાની વિકટ પરિસ્થિતિ ચાલી રહી છે ત્યારે લોકોના સ્વાસ્થ્ય માટે તેમજ દેશહિત માટે અનેક લોકો સામે આવ્યા છે , અમુક લોકોએ આર્થિક દાન આપીને તો અમુક લોકોએ ગરીબ લોકોને અનાજની કીટો પહોચાડીને આવી પરિસ્થિતિમાં લોકોને અને દેશને મદદરૂપ થવાનો પ્રયાશ કર્યો છે ત્યારે આરોગ્ય કર્મચારી, પોલીસ કર્મચારી અને પત્રકારો પણ આ સમયે પોતાની અને પોતાના પરિવારની ચિંતા કર્યા વિના પોતાના જાનના જોખમે દેશહિત માટે પોતાની ફરજ અદા કરી રહ્યા છે ત્યારે આવા કોરોના વોરિયર્સને દેશ ક્યારેય પણ નહિ ભૂલી શકે 
    ત્યારે હાલના સમયમાં આવા કોરોના વોરિયર્સનાના કામની કદર થાય તેમજ એમના કામ કરવાના ઉત્સાહમાં વધારો થાય એ હેતુથી સફળ આંદોલનકારી અને યુવાનેતા પ્રવીણભાઇ રામ સન્માનપત્રો આપી રહ્યા છે,  આરોગ્ય વિભાગ માં સચિવો અને કલેકટરથી લઈને નીચેના સફાઈ કર્મચારી સુધી , પોલીસ વિભાગમાં સચિવો અને એસપીથી લઇ અને નીચે ના જીઆરડી જવાન સુધી ,તેમજ મીડિયા વિભાગમાં એડિટર થી લઇ અને પત્રકારો સુધી તેમજ આ સમયમાં સેવા આપતા સામાજિક સંગઠનો અને આર્થિક રીતે સહયોગ આપનાર અથવા ગરીબો સુધી અનાજ પહોચાડનાર પ્રખ્યાત કલાકારો માયાભાઈ આહિર, રાજભા ગઢવી, ગીતાબેન રબારી, દેવાયત ખવડ જેવા અનેક કલાકારોને પણ પ્રવીણભાઇ રામ દ્વારા સન્માનિત કરવામાં આવી રહ્યા છે
    ત્યારે વધુમાં પ્રવીણભાઇ રામે જણાવ્યું કે હાલમાં હજારોની સંખ્યામાં કોરોના વોરિયર્સને જન અધિકાર મંચના માધ્યમથી સન્માનિત કરવાનો અવસર મને પ્રાપ્ત થયો છે ત્યારે હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું અને હજુ આ લડાઈમાં જેમણે સહયોગ આપ્યો છે એવા તમામ કોરોના વોરિયર્સને સન્માનિત કરી એમના કામની કદર કરવાનો પ્રયાશ કરીશું

તસ્વીર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

Related posts

मणिनगर में बनाये गैरकानूनी निर्माणकार्य को हटाया गया

aapnugujarat

ટ્રાફિક નિયંત્રણ ઝુંબેશ : છ દિવસમાં ૨૦ હજાર લોકો દંડાયા

aapnugujarat

રાજ્યસભાનાં ચૂંટણી પરિણામની રાહ જોતાં ભાજપનાં આગેવાનો અને કાર્યકર્તાઓ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1