Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

હું અને વિશ્વના તમામ ધનિકો તેમની સંપત્તિ માટે લાયક નથી : બિલ ગેટ્‌સ

વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિઓમાંના એક બિલ ગેટ્‌સના મતે તેઓ તેમની સંપત્તિના લાયક નથી. તેમણે જણાવ્યું હતું કે, તેમણે ૧૦ અબજ ડોલરથી પણ વધુ કર ચૂકવ્યો છે, પરંતુ મારે વધુ કર ચૂકવવું જોઇએ.
૭૩ અબજ ડોલરની સંપત્તિ ધરાવનારા બિલ ગેટ્‌સે જણાવ્યું હતું કે, તેમણે અને બીજા લોકોએ પણ કર પેટે ચૂકવાતી રકમમાં વધારે યોગદાન આપવું જોઇએ. તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, મેં ૧૦ બિલિયન ડોલર કરતા પણ વધુ રકમ કર તરીકે ચૂકવી છે. પરંતુ મને એવું લાગે છે કે મારે વધારે રકમ ચૂકવવી જોઇએ. અને હું કાયદાનું પાલન પણ કરું છું પરંતુ આપણે હવે પ્રગતિશીલ થવું જોઇએ.
નોંધનીય છે કે, બિલગેટ્‌સે ૧૯૭૫માં માઇક્રોસોફ્ટની સ્થાપના કરી હતી. આજે માઇક્રોસોફ્ટની વિશ્વની સૌથી મૂલ્યવાન કંપનીઓમાંની એક છે. તેમણે જણાવ્યું હતું કે, હું આ વૈભવને લાયક નથી. કોઇ નથી. આ સમય, નસીબ અને જે લોકો સાથે મેં કામ કર્યું તેમના દ્વારા પ્રાપ્ત થયું છે. તેમણે જણાવ્યું હતું કે, મારા નાણાં મારા ઉપયોગમાં લેવાય છે, આ સિવાય થોડા નાણાં મારા બાળકો માટે, કર પેટે ચૂકવાતી રકમ માટે અને બાકીની રકમ મારા ફાઉન્ડેશનમાં જાય છે.

Related posts

ચીન પાકિસ્તાનને ૮ સબમરીન આપશે

editor

ચીન સરકારનું ગેરકાયદે ચર્ચો વિરૂદ્ધ અભિયાન, ૩ કરોડ ખ્રિસ્તીઓ પર અસર

aapnugujarat

कनाडा में भारतीयों ने चीनी दूतावास के बाहर किया प्रदर्शन

editor

Leave a Comment

UA-96247877-1