Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વંદે ભારત એક્સપ્રેસ ૧૫ ફેબ્રુઆરીથી શરૂ થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતની પ્રથમ એન્જિનરહિત ટ્રેન વંદે ભારત એક્સપ્રેસને ૧૫મી ફેબ્રુઆરીના દિવસે લીલીઝંડી આપનાર છે. નવી દિલ્હી રેલવે સ્ટેશન ખાતેથી આ ટ્રેન રવાના કરવામાં આવનાર છે. રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ છે કે તાજેતરમાં જ રેલવે પ્રધાન પિયુષ ગોયલે ટ્રેન ૧૮ને વંદે ભારત એક્સપ્રેસ નામ આપ્યુ હતુ. અત્રે નોંધનીય છે કે ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચ સાથે બનેલી આ ટ્રેનને પૂર્ણ રીતે ભારતમાં તૈયાર કરવામાં આવી છે. ખુબ ઓછા લોકોને આ અંગે માહિતી છે કે ચેન્નાઇની ઇન્ટીગ્રલ કોચ ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવેલી આ ટ્રેને દિલ્હી રાજધાની માર્ગના ખંડ પર પરીક્ષણ દરમિયાન ૧૮૦ કિલોમીટર પ્રતિ કલાકથી વધારેની ઝડપ હાંસલ કરી હતી. આની સાથે જ ભારતમાં સૌથી ઝડપથી દોડનાર ટ્રેન બની ગઇ હતી. આની સાથે જ આ ટ્રેન ભારતમાં હજુ સુધીની સૌથી તેજ ગતિથી દોડતી ટ્રેન બની છે. ૧૬ કોચ ધરાવતી આ ટ્રેન દેશના પાટનગર દિલ્હીથી વારાણસીની વચ્ચે દોડનાર છે. આ સંબંધમાં એક અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે મોદી ૧૫મી ફેબ્રુઆરીના દિવસે આ ટ્રેનને લીલીઝંડી આપી દેનાર છે. અહીં એક કાર્યક્રમનુ પણ આયોજન કરવામાં આવનાર છે. જ્યાં મોદી ટુંકુ ભાષણ પણ આપનાર છે. અદિકારીઓએ કહ્યુ છે કે આ દેશ માટે ગર્વની વાત છે. કારણ કે રેલવેની આ ટ્રેન સંપૂર્ણપણે સ્વદેશી છે. ૧૫મી ફેબ્રુઆરીના દિવસે સવારે ૧૦ વાગે ટ્રેનને રવાના કરવામાં આવનાર છે. ૧૬ કોચ ધરાવતી આ ટ્રેનમાં કેટલીક નવી વિશેષતા છે. હવે આ ટ્રેન ૩૦ વર્ષ જુની શતાબ્દી એક્સપ્રેસની જગ્યા લેનાર છે. ૧૦૦ કરોડના ખર્ચે તૈયાર કરવામા ંઆવેલી આ ટ્રેનમાં અનેક ખાસ વિશેષતા છે. મેટ્રોની જેમ આ ટ્રેનમાં બંને બાજુ ડ્રાઇવર કેબિન છે. આના કારણે ટ્રેનના એન્જિનને દિશા બદલી નાંખવા માટેની તકલીફથી મુક્તિ મળનાર છે. ૨૦૧૯-૨૦ સુધી આવી પાંચ ટ્રેનો તૈયાર કરી લેવામાં આવનાર છે. આ ટ્રેન ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવામાં સક્ષમ છે. આ ટ્રેન શતાબ્દી ટ્રેનની જગ્યાએ આવનાર છે. વર્તમાન શતાબ્દીની સરખામણીમાં આ ટ્રેનમાં સમય ૧૫ ટકા ઘટી જશે. ટ્રેનને લઇને પ્રવાસીઓમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. તબક્કાવાર રીતે લાંબા ગાળામાં તે શતાબ્દી ટ્રેનની જગ્યા લેનાર છે. હાલમાં દેશમાં શતાબ્દી ટ્રેનને સૌથી ઝડપથી દોડનાર ટ્રેન તરીકે ગણવામાં આવે છે.

Related posts

चुनाव अभी दूर लेकिन मुख्यमंत्री पद के सपनों का बाजार हो गया है गुलजार : सुशील मोदी

aapnugujarat

नोटबंदी से बड़े लाभ मिलने पर इसका बोझ वाजिब लगेगा : राजन

aapnugujarat

अगस्ता वेस्टलैंड मामला: IT ने गौतम खेतान के खिलाफ 4 नए आरोपपत्र दायर किए

aapnugujarat

Leave a Comment

UA-96247877-1