Aapnu Gujarat
રાષ્ટ્રીય

ગ્રેચ્યુએટીની મર્યાદા વધારીને કરાઇ ૨૦ લાખ

નાણાં પ્રધાન પીયૂષ ગોયલે વચગાળાના બજેટમાં પગારદાર કર્મચારીઓને ખુશખબર આપી છે. ગોયલે ગ્રેચ્યુએટી ચૂકવણી સીમાને ૧૦ લાખ રૂપિયાથી ૨૦ લાખ રૂપિયા કરી દીધી છે. જેનો અર્થ છે કે હવે લગભગ પાંચ વર્ષ બાદ નોકરી છોડવાથી મળતી મહત્તમ ૧૦ લાખ રૂપિયાની રકમને મહત્તમ ૨૦ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.અહીં જણાવવાનુ કે ગ્રેચ્યુએટી તમારા પગારનો એવો હિસ્સો છે, જે કંપની અથવા તમારા નિયોક્તા અથવા એમ્પ્લૉયર તમારા વર્ષની સેવાઓને બદલે છે. ગ્રેચ્યુએટી એવી લાભકારી યોજના છે, જે નિવૃત્તિના લાભનો ભાગ છે અને નોકરી છોડવાથી અથવા સમાપ્ત થઇ જવાથી કર્મચારીને નિયોક્તા દ્વારા આપવામાં આવે છે. એવા કર્મચારીની સેવાને પાંચ વર્ષની અનવરત સેવા માનવામાં આવે છે અને સામાન્ય રીતે પાંચ વર્ષની સેવાઓ બાદ જ કોઈ પણ કર્મચારી ગ્રેચ્યુએટીનો હકદાર બને છે.ગ્રેચ્યુએટી ચૂકવણી, ૧૯૭૨ અધિનિયમ મુજબ સંગઠિત ક્ષેત્રની જે કંપનીમાં ૧૦ અથવા તેનાથી વધુ કર્મચારી કામ કરે છે, તો ત્યાં ગ્રેચ્યુએટી આપવી પડે છે. ગ્રેચ્યુએટી તમારા પગારનો ભાગ હોય છે. કોઈ પણ કંપની પોતાના કર્મચારીઓને વર્ષો સુધીની સર્વિસના બદલામાં આપે છે. ગ્રેચ્યુએટીનો ફાયદો નિવૃત્તિ દરમ્યાન મળે છે. તો ૫ વર્ષની નોકરી બાદ પણ તેનો લાભ લેવામાં આવે છે.નિયમ મુજબ, ગ્રેચ્યુએટી માટે કોઈ પણ નોકરી સતત ૪ વર્ષ, ૧૦ મહિના અને ૧૧ દિવસ સુધી કરવી જરૂરી છે. ૫ વર્ષની સર્વિસ બાદ કર્મચારી ગ્રેચ્યુએટીનો હકદાર બની જાય છે. જો તેનાથી ઓછા સમયમાં ગ્રેચ્યુએટી મળશે નહીં.

Related posts

કેજરીવાલે ભારતીય સેનાના કર્યા વખાણ : ભારતીય સેનાને નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાની પાકિસ્તાની બંકર તબાહ કરવા બદલ સલામ

aapnugujarat

સરકારે અદાણીને ફાળવી દીધી કોલસાની ખાણો, સુપ્રીમે ખુલાસો માંગ્યો

aapnugujarat

પેટ્રોલિયમ પેદાશ GST હેઠળ લેવા ટૂંકમાં નિર્ણય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1