Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સ ૩૪ પોઇન્ટ સુધરીને બંધ

શેરબજારમાં આજે ફ્લેટ કારોબાર રહ્યો હતો. કારોબારના અંતે સેંસેક્સ ૩૪ પોઇન્ટ સુધરીને ૩૬૬૧૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૨૨ પોઇન્ટ ઉછળીને ૧૦૯૩૪ની ઉંચી સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો તેમાં ૦.૮૭ ટકાનો સુધારો રહ્યો હતો. હિરોમોટો, બજાજ અને મારુતિ સુઝુકીના શેરમાં તેજી જોવા મળી હતી. બ્રોડર માર્કેટમાં મિડકેપ ઇન્ડેક્સમાં ૭૯ પોઇન્ટનો ઘટાડો થતાં તેની સપાટી ૧૪૪૪૨ રહી હતી. આવી જ રીતે બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૨૬ પોઇન્ટનો ઘટાડો થતાં તેની સપાટી ૧૩૬૬૨ રી હતી. પંજાબ નેશનલ બેંકના શેરમાં ૦.૪૧ ટકાનો ઉછાળો નોંધાયો હતો. શેરબજારમાં આજે ફ્લેટ કારોબાર માટે અન્ય પરિબળો પણ જવાબદાર રહ્યા હતા. એશિયન શેરબજારમાં પણ તેજી જામી હતી. વોલસ્ટ્રીટ અને ફેડરલ રિઝર્વની બેઠકને લઇને ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. શેરબજારમાં જાન્યુઆરી મહિનામાં ભારતીય મૂડી માર્કેટમાંથી વિદેશી મૂડીરોકાણકારોએ ૫૩૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. સામાન્ય ચૂંટણી પહેલા વિદેશી મૂડીરોકાણકારો કોઇપણ પ્રકારના જોખમ લેવા માટે તૈયાર નથી. નવેમ્બર-ડિસેમ્બર-૨૦૧૮ના ગાળા દરમિયાન મૂડી માર્કેટ ઇક્વિટી અને ડેબ્ટમાં ૧૭૦૦૦ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા જ્યારે ઓક્ટોબર મહિનામાં ૩૮૯૦૦ કરોડ રૂપિયાની જંગી રકમ પાછી ખેંચી લેવામાં આવી હતી. ડિપોઝિટરી પાસે ઉપલબ્ધ આંકડામાં જણાવવાાં આવ્યું છે કે, ગયા મહિનામાં ડેબ્ટ માર્કેટમાંથી ૯૭ કરોડ અને ઇક્વિટી માર્કેટમાંથી ૫૨૬૭ કરોડ રૂપિયાની જંગી રકમ પરત ખેંચવામાં આવી હતી. શેરબજારમાં ગઇકાલે સોમવારના દિવસે જોરદાર રિકવરી જોવા મળી હતી. સોમવારે કારોબારના અંતે સેંસેક્સ ૧૧૩ પોઇન્ટ ઉછળીને ૩૬૫૮૩ની સપાટીએ રહ્યો હતો. જ્યારે બ્રોડર નિફ્ટી ૧૯ પોઇન્ટ ઉછળીને ૧૦૯૧૨ની ઉંચી સપાટીએ રહ્યો હતો. વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યા બાદ તેને લઇને માર્કેટમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વચગાળાના બજેટમાં નાણામંત્રી પીયુષ ગોયેલે કહ્યું હતું કે, ખેડૂતોને ઇન્કમ સપોર્ટ રુપે ૭૫૦૦૦ કરોડ રૂપિયા ૨૦૧૯-૨૦માં આપવામાં આવનાર છે જ્યારે ૨૦૧૮-૧૯માં સરકારે ૨૦૦૦૦ કરોડ રૂપિયા આપીદીધા છે. આના કારણે ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. બીજી બાજુ ફિસ્કલ ડેફિસિટ ટાર્ગેટને લઇને પણ ચર્ચાઓ છેડાઈ ગઈ છે. સાથે સાથે ટેક્સ રિબેટની જાહેરાત કરવામાં આવી હતી. આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં સામાન્ય ચૂંટણી યોજાનાર છે.

Related posts

પ્રદ્યુમન કેસ : ધોરણ ૧૧ના વિદ્યાર્થીએ હત્યા કરી હતી : સીબીઆઈ

aapnugujarat

गुजराती लड़की ने लगाये पाकिस्तान जिंदाबाद के नारे,

aapnugujarat

गिरिराज सिंह ने सीएम ममता की तुलना उत्तर कोरिया के नेता किम से की

aapnugujarat

Leave a Comment

UA-96247877-1