Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પેટ્રોલિયમ પેદાશ GST હેઠળ લેવા ટૂંકમાં નિર્ણય

કેન્દ્રીય પેટ્રોલિયમ ધર્મેન્દ્ર પ્રધાને આજે કહ્યું હતું કે, ગુડ્‌ઝ એન્ડ સર્વિસ ટેક્સના છત્ર હેઠળ પેટ્રોલિયમ પેદાશોને લાવવા અંગે નિર્ણય જીએસટી કાઉન્સિલ દ્વારા કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, જો પેટ્રોલિયમ પેદાશો જીએસટીના છત્ર હેઠળ લઇ લેવામાં આવશે તો તમામ કસ્ટમરોને ખુબ મોટી રાહત થશે. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, પેટ્રોલિયમ પેદાશોની કિંમતોમાં ધીમે ધીમે સ્થિરતા આવી રહી છે. આ મામલો જીએસટી કાઉન્સિલમાં રજૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર જીએસટી હેઠળ આને લાવવા માટે ઇચ્છુક છે જેથી કસ્ટમરોને મોટી રાહત હાથ લાગી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેઠળ ભારત મહત્વના તબક્કા પર પહોંચ્યું છે. ભ્રષ્ટાચાર સામે અંતિમ લડાઈ શરૂ થઇ ચુકી છે. જીએસટીના સંદર્ભમાં પુછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, આ અભૂતપૂર્વ વ્યવસ્થા છે અને આવનાર સમયમાં આનાથી સામાન્ય લોકોને પણ સીધો ફાયદો થશે. કારોબારીઓ આને ટેકો આપશે તેવી અમારી આશા છે. નાના વિવાદોને પણ ટૂંક સમયમાં જ દૂર કરી દેવાશે.

Related posts

એલઓસી પાર કરી ફરી ભારતીય સૈનિકોની કાર્યવાહી : ત્રણ પાક.સૈનિકો ઠાર

aapnugujarat

અયોધ્યા કેસમાં મુસ્લિમોની અપીલ પર ૨૮મીએ ચુકાદો

aapnugujarat

સેંસેક્સ ૩૬૩ પોઈન્ટ ગગડીને બંધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1