Aapnu Gujarat
Uncategorized

ઘોર કળિયુગ…ઑસ્ટ્રેલિયા શિફ્ટ થવાની લ્હાયમાં બે સગા ભાઈ-બહેને લગ્ન કરી લીધા…!!

પંજાબમાં સંબંધોને લાંછન લગાડનારી એક ઘટના સામે આવી છે. જે સાંભળીને સૌકોઈ હેરાન રહી ગયા છે. એક યુવતીએ તેના સગા ભાઈ સાથે જ લગ્ન કરી લીધા હતા. આમ કરવા પાછળ યુવતીની ગજબની લાલચ કારણભુત બની છે.
યુવતી ઓસ્ટ્રેલિયા શિફ્ટ થવા માંગતી હતી. લગ્ન બાદ પોતાના યુવતીએ બનાવટી પાસપોર્ટ તૈયાર કર્યો હતો અને ઓસ્ટ્રેલિયા જતી રહી હતીએ. એક મહિલાએ આ બાબતની ફરિયાદ કરતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. આશ્ચર્યજનક વાત એ છે કે, આ ષડયંત્રમાં ભાઈ-બહેનના પરિજનો પણ શામેલ છે.
પંજાબના એક ગામમાં રહેતી યુવતી ઓસ્ટ્રેલિયામાં સેટલ થવા માંગતી હતી. પણ તેને વિઝાને લઈને મુશ્કેલી ઉભી થઈ રહી હતી. પરંતુ કોઈ પણ ભોગે ઓસ્ટ્રેલિયા જવા યુવતી પવિત્ર સંબંધોને લાંછન લગવતા ખચકાઈ નહોતી. તેને પોતાના સગા ભાઈ સાથે જ લગ્ન કરી લીધા હતા.
આ મામલે પોલીસે કહ્યું હતું કે, આ ઘટનામાં તપાસ કરતા જાણવા મળ્યું છે કે યુવતીનો ભાઈ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી છે. યુવતીએ પણ ઓસ્ટ્રેલિયા જવા માટે નકલી દસ્તાવેજો ઉભા કર્યા અને મેરેજ સર્ટિફિકેટ પણ એક ગુરૂદ્વારામાંથી બનાવી લીધું હતું. રજિસ્ટ્રેશન ઓફિસમાં તેની નોંધણી પણ કરાવી દીધી હતી.
બનાવટી દસ્ત્તાવેજોના સહારે યુવતી પોતાના ભાઈ સાથે ઓસ્ટ્રેલિયા ચાલી ગઈ છે. તેનો ભાઈ ઓસ્ટ્રેલિયામાં નોકરી કરે છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ગેરરીતિનો આ ગંભીર મામલો છે. આ ષડયંત્રમાં ભાઈ-બહેનનો આખો પરિવાર શામેલ છે. તમામ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે ઉમેર્યું હતું કે, વિદેશ જવાની લાલચમાં સગા ભાઈ-બહેને લગ્ન કર્યા હોય તેઓ આ મામલે પહેલી વાર પ્રકાશમાં આવ્યો છે.

Related posts

શહેરીજનોની સુવિધામાં વધારો, નવી સી.એન.જી. બસોનું અમદાવાદમાં લોકાર્પણ કરવામાં આવ્યું

aapnugujarat

માસિક શિવરાત્રિ પર્વ નિમિત્તે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

aapnugujarat

टाटा-मिस्त्री विवाद : उच्चतम न्यायालय ने सुरक्षित रखा फैसला

editor

Leave a Comment

UA-96247877-1