Aapnu Gujarat
રમતગમત

અફઘાનિસ્તાનું ટી૨૦ વિશ્વકપમાં ભાગ લેવું એ બહુ મોટી વાત : રાશિદ ખાન

છેલ્લા કેટલાક વર્ષોમાં અફઘાનિસ્તાને ક્રિકેટમાં ઘણી સિદ્ધિ મેળવી છે. સાથે જ ખાસ કરીને ટી૨૦માં અફઘાનિસ્તાન સારી ટીમોમાંની એક ટીમ ગણવામાં આવી રહી છે. અફઘાનિસ્તાન આગામી વર્ષો ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-૨૦ વિશ્વકપમાં ગ્રુપ-બીમાં ભારત, ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાની સાથે જ સમાવેશ કરવામાં આવ્યો છે. ૨૬ ઓક્ટોબરે પર્થમાં ક્વોલિફાઇ થનારી ટીમોમાંથી એક ટીમ સામે ટકરાશે.
અફઘાનિસ્તાનના લેગ સ્પિનર રાશિદ ખાને આ અવસરે જણાવ્યું હતું કે તેના દેશમાં ક્રિકેટ દરેક લોકોના ચહેરા પર સ્મિત લાવવાની તાકાત રાખે છે. ટી-૨૦ વિશ્વકપના કાર્યક્રમ દરમિયાન રાશિદે જણાવ્યું હતું કે દેશમાં ક્રિકેટના ઉદયથી લોકોના ચહેરા પર સ્મિત આવ્યું છે.
અમારા દેશમાં બધા જ લોકો ક્રિકેટને પ્રેમ કરે છે. ક્રિકેટે છેલ્લા પાંચ-છ વર્ષમાં દેશમાં ઘણુ પરિવર્તન લાવ્યું છે. યુવા પેઢીમાં દરેક લોકો ક્રિકેટના દિવાના છે. અફઘાનિસ્તાનું વિશ્વકપમાં ભાગ લેવું એ એક ખૂબજ મોટી વાત છે.
વધુમાં તેણે જણાવ્યું હતું કે પ્રશંસક ક્રિકેટને પ્રેમ કરે છે અને ટીમના ખેલાડી તરીકે દરેક ટૂર્નામેન્ટમાં અમે અમારું ૧૦૦ ટકા પ્રદર્શન આપવાનો પ્રયત્ન કરીશું. અમે દરેક લોકોને પોતાનું કંઇકને કંઇક પરત આપવા ઈચ્છીએ છીએ. હું જાણું છું કે શું થઈ રહ્યું છે. તે માટે બીજુ કશું નથી જે દેશના લોકોના ચહેરા પર હાસ્ય લાવી શકે.

Related posts

મેચ જીતવા માટે રમીએ છીએ : રવિ શાસ્ત્રી

aapnugujarat

BCCI ने मुंबई इंडियंस के युवा खिलाड़ी रासिख सलाम पर लगाया 2 साल का बैन

aapnugujarat

ક્રિકેટમાં લાગુ થવા જઇ રહ્યો છે નવો નિયમ, ૧૨મો ખેલાડી પણ કરી શકશે બેટિંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1