Aapnu Gujarat
રમતગમત

શોએબ વ્યક્તિગત પ્રહારો કરી રહ્યા છે : સરફરાઝ

પાકિસ્તાનના સ્કીપર સરફરાઝ અહમદે કહ્યું છે કે ગત અઠવાડિયામાં દક્ષિણ આફ્રિકાના પ્લેયર એન્ડીલ ફેહલુકવાયોની બીજી વનડે દરમિયાન વંશીય ટિકાઓ કરવા બદલ શોએબ અખ્તર મારા પર વ્યક્તિગત રીતે ટિકા કરી રહ્યા છે. ૩૧ વર્ષીય સરફરાઝે વધુમાં જણાવ્યું કે તેણે તેની ભૂલ સ્વીકારી છે અને હવે તેના પરફોર્મન્સમાં સુધારો કરવા પર વધુ ધ્યાન આપી રહ્યો છે. શોએબ અખ્તર મારી ટિકા નહીં પણ મારા પર વ્યક્તિગત પ્રહારો કરી રહ્યા છે.
મેં મારી ભૂલ સ્વીકારી છે અને મને સજા પણ મળી છે. હું આ કેસને સંભાળવા અને જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા માટે પીસીબીનો આભાર માનું છું. હું ભવિષ્યમાં મારી જાતને અને મારા પ્રદર્શનમાં સુધારો કરીશ તેમજ હું કપરા સમયમાં મને ટેકો આપનાર સમર્થકોનો આભાર માનું છું.
અખ્તરે જણાવ્યું હતું કે આ ઘટના બાદ ચાર મેચ માટેના સસ્પેન્શ સાથે સરફરાઝ સહેલાઈથી બચી ગયો હતો. પૂર્વ પાકિસ્તાની બોલરે કેપ્ટનની ટિપ્પણીની આલોચના કરી કહ્યું હતું કે પાકિસ્તાનમાં આવી ટિપ્પણીઓ સ્વીકાર્ય નથી.
આ અગાઉ ઘટના અંગે અખ્તરે ટિ્‌વટર વીડિયોમાં કહ્યું હતું કે આ ઘટના એક પાકિસ્તાની તરીકે સ્વીકાર્ય નથી. મારા મતે તેણે આવું ગુસ્સામાં કર્યું હતું. પરંતુ તેમ છતાં મને લાગે છે કે તેણે જાહેરમાં માફી માગી લેવી જોઈએ.
સરફરાઝ અહમદને દક્ષિણ આફ્રીકાના ખેલાડી વિશે અભદ્ર ટિપ્પણી કરવાને કારણે આઈસીસી દ્વારા આગામી ચાર મેચ રમવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જ્યારે પાકિસ્તાન પરત ફરેલા ક્રિકેટરના સમર્થનમાં હજારોની સંખ્યામાં સરફાઝના સમર્થકો ભેગા થઇ ગયા હતા અને સાથે મળીને આઈસીસી વિરુદ્ધ નારાબાજી કરી હતી.

Related posts

शमी के ओवर ने हमें जीत दिलाई, न की मेरे दो छक्कों ने : हिटमैन

aapnugujarat

बुमराह ऐंड कंपनी ने भारत को बनाया विश्व विजयी : सहवाग

aapnugujarat

કોહલીએ ખરીદ્યો 2 હજાર સ્ક્વેરફૂટનો વિરાટ બંગલો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1