Aapnu Gujarat
ગુજરાત

સ્ટેચ્યુ ઓફ યુનિટી : ૩ મહિનામાં ૭.૫૦ લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી

કેવડીયામાં સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાની ૩ મહિનામાં ૭.૫૦ લાખ પ્રવસીઓએ મુલાકાત લીધી છે. જેમાંથી ૩.૫૦ લાખ પ્રવાસીઓએ વ્યૂ ગેલેરીમાં જઇને આસપાસના નજારાને માણ્યો છે. નર્મદા ડેમ કરતાં હવે સહેલાણીઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આર્કષણ વધ્યું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની નવેમ્બરમાં ૨.૬૭ લાખ પ્રવાસીઓએ જયારે ડિસેમ્બરમાં ૨.૫૫ લાખ પ્રવાસીઓ મુલાકાત લીધી હતી.જાન્યુઆરી મહિનામાં ૨.૩૦ લાખ પ્રવાસીઓ નોંધાયાં છે. આમ ત્રણ મહિનામાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ૭.૫૫ લાખ પ્રવાસીઓ આવ્યાં છે. નર્મદા બંધ પર પણ એક વર્ષમાં ૫ લાખ પ્રવાસીઓ નોંધાતાં હતાં. માત્ર ૨૦૧૩-૧૪ માં ૧૦ લાખ પ્રવાસી ડેમ જોવા માટે આવ્યાં હતાં. દરવાજા લાગી ગયા બાદ ડેમ જોવા આવતાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો.
૩૧મી ઓકટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ ફરીથી કેવડીયામાં પ્રવાસીઓનો ધમધમાટ જોવા મળી રહયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ ચીફ ઓફિસર અને ડેપ્યુટી કમિશનર નિશ્ચલ દૂબેએ જણાવ્યું હતું કે હજુ સ્ટેચ્યુ ખાતે ઘણી સુવિધાઓ ઉભી કરવાની બાકી છે. ઉનાળાની ગરમીને ધ્યાને રાખી આજુબાજુમાં શેડ બનાવવામાં આવી રહ્યો છે તેમજ બેઠક વ્યવસ્થા અને પાણીની સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે. હજુ અનેક વિકાસલક્ષી કામો સરકાર દ્વારા આરંભી દેવાયા છે. જે સંપૂર્ણ થઇ જતા હજુ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે.

Related posts

અમદાવાદમાં સ્વ. પેઈન્ટર મહેન્દ્ર કડીયાને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો

aapnugujarat

સાંસદ મનસુખ વસાવાના હસ્તે નવાવાધપુરા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખુલ્લુ મુકાયું

aapnugujarat

ઝીકા વાઇરસના ૩ શંકાસ્પદ કેસ દેખાતા ફફડાટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1