Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઝિકા વાઇરસનો ઉપચાર મેલેરિયાની ગોળીમાં

ઝિકા વાઇરસની સારવાર બાબતે આઈઆઈટી મંડીના શોધકર્તાઓએ મોટો દાવો કર્યો છે. મેલેરિયાની માત્ર ૬ રૂપિયાની હાઈડ્રોક્સિક્લોરાકવીન ક્વાઇન ગોળીમાં જીવલેણ ઝિકા વાઇરસનો ઉપચાર છુપાયો છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી) મંડીના બાયોટેક્નોલોજી વિભાગના શોધકર્તાઓએ દાવો કર્યો છે. સેંટ લુઈસ અમેરિકા સ્થિત વોશિંગ્ટન અને તામિલનાડુના અલગપ્પા વિવિના શોધકર્તાઓએ મળીને ઝિકા વાઇરસના તે લાક્ષણિક વાયરલ પ્રોટીનની ઓળખ કરી, જેના પર મલેરિયાની દવા અસર કરે છે. આઈઆઈટી મંડીમાં બાયોટેક્નોલોજી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. રજનીશ ગિરીએ તેની ખરાઈ કરી છે.ડો. રજનીશ ગિરીએ કહ્યું કે, વોશિંગ્ટન વિવિના પ્રો. ઇંદિરા મૈસૂરકર હેઠળ તમિલનાડુની અલગપ્પા યુનિવર્સીટીના પ્રો. સંજીવ કુમારના સહયોગથી આ શોધ અમેરિકન કેમિકલ સોસાયટીમાં સીએસ ઓમેગા જર્નલમાં પબ્લિશ થયું.
મલેરિયાની હાઈડ્રોક્સિક્લોરા કવીન ૨૦૦ એમજીનું પતાકડું માર્કેટમાં ૯૦ રૂપિયામાં મળે છે. શોધ દરમિયાન ઝિકા વાઇરસને રોકવા માટે પ્રોટીન નામના એક મહત્વપૂર્ણ ઈનઝાઇમને નિશાન બનાવાયું. આ ઈનઝાઇમ વાયરસને જીવિત રાખે છે.
મેલેરિયાની દવાથી આ ઈનઝાઇમની અસર ઓછી થઇ હોવાનું જાણવા મળ્યું છે.શોધકર્તાઓ મુજબ, દુનિયામાં ૧૦ લાખથી વધુ લોકો ઝિકા વાઇરસથી પ્રભાવિત છે. ગર્ભવતી મહિલાઓ પર તેની સૌથી વધુ અસર થાય છે અને બાળકો માટે પણ તે જીવલેણ છે.ઝિકા વાઇરસ ખાસ પ્રકારના ફલૈવીવાયરસ જિન્સના મચ્છરથી ફેલાય છે. તેના જિન્સમાં ડેંગૂના વાયરસ, યેલો ફીવર વાયરસ અને જાપાની વાયરસ પણ સામેલ છે. તાવ, માથાનો દુઃખાવો, સુસ્તી તેના લક્ષણો છે.
સંશોધકો મુજબ, શોધ દરમિયાન આ વાત સામે આવી કે મેલેરિયાની પ્રખ્યાત દવા હાઈડ્રોક્સિક્લોરાકવીન ઝિકા વાઇરસના ચેપને ઓછો કરે છે. ખાસ કરીને માતાના ગર્ભમાં રહેલા બાળકને આ વાઇરસ પ્રભાવિત નહીં કરી શકે. તેના પરિણામ પર આગળ વધતા પ્રો. ગિરીની પ્રયોગશાળાએ તે લાક્ષણિક વાયરલ પ્રોટીનની ઓળખ કરી, જેના પર એચસીકયૂ અસર કરે છે.

Related posts

પણજીમાં ઓક્સિજન સપ્લાય અટકી જતાં ૧૫ કોરોના દર્દીના મોત

editor

तेजस्वी का सीएम नीतीश पर तंज, कहा – चिराग पासवान के साथ अच्छा नहीं किया

editor

મોદી ૨૬મીએ ઉમેદવારી પત્ર ભરશે : પાંચ લાખ લોકો રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1