Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

એમ.જે.અકબર કેસમાં કોર્ટે પ્રિયા રમાણીને સમન્સ મોકલ્યું, ૨૫ ફેબ્રુઆરીએ સુનાવણી

પૂર્વ કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી એમજે અકબર પર યૌન શોષણનો આરોપ લગાવનાર પત્રકાર રમાણીને પટિયાલા હાઉસ કોર્ટે આરોપી તરીકેનું સમન્સ મોકલ્યું છે.
અપરાધિક માનહાનિના મામલામાં તેમને ૨૫ ફેબ્રુઆરીએ પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થવું પડશે.એમજે અકબરે પત્રકાર પ્રિયા રમાણી સામે ગત વર્ષે પટિયાલા હાઉસ કોર્ટમાં અપરાધિક માનહાનિ અંગેની અરજી કરી હતી.
આ ઉપરાંત તેમણે માનહાનિની કલમ ૪૯૯ અને ૫૦૦ હેઠળ પ્રિયા પર કાર્યવાહીની માંગ કરી છે. જેમાં દોષીને ૨ વર્ષની સજાની જોગવાઈ છે. ફરિયાદમાં યૌન શોષણનાં આરોપથી અકબરની બદનામીની સાથે સામાજિક અને રાજકીય પ્રતિષ્ઠાને પણ ઠેસ પહોંચી છે..
પ્રિયા રામાણીએ ટ્‌વીટર પર પોતાનું નિવેદન કરી કહ્યું કે, ઘણી મહિલાઓએ તેમની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને જોખમમાં મૂકીને અકબર સામે અવાજ ઉઠાવ્યો છે.
પ્રિયાએ કહ્યું કે, માનહાનિના આરોપો સામે લડવા માટે તે તૈયાર છે. કારણ કે ફક્તને ફક્ત સત્ય જ હવે તેમનો એકમાત્ર બચાવ છે. પ્રિયાના જણાવ્યા પ્રમાણે, તેમના આરોપોને રાજકીય ષડયંત્ર સાથે જોડનારી વાત ખૂબ જ દુઃખદ છે. પરંતુ મારી પર અપરાધિક માનહાનિ કેસ દાખલ કરીને તેમને પોતાની વાત સ્પષ્ટ કરી દીધી છે. તેઓ ડરાવી ધમકાવીને મહિલાઓને ચુપ કરાવી શકે છે.
પ્રિયા રમાણી પછી ગબાલા બહાવ, શુમા રાહા, અંજૂ ભારતી અને શૂતાપા પોલ સહિત આશરે ૧૨ મહિલાઓએ સોશયલ મિડીયાનાં સહારે અકબર પર યૌન શોષણનાં આરોપ લગાવ્યા હતા. જેમાંથી એક પણ વ્યક્તિએ અકબર સામે ફરિયાદ કરી નથી.

Related posts

Enhance Emergency Response and Health Systems Preparedness package to 3,000 cr to strengthen healthcare infrastructure : TM CM to Centre

editor

A shopkeeper shot dead by terrorists in Srinagar

aapnugujarat

સત્તા માટે કોંગ્રેસ કોઈનો પણ હાથ પકડી શકે : સ્મૃતિ ઈરાની

aapnugujarat

Leave a Comment

UA-96247877-1