Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદી ૨૬મીએ ઉમેદવારી પત્ર ભરશે : પાંચ લાખ લોકો રહેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીમાં ૨૬મી એપ્રિલના દિવસે ઉમેદવારી પત્ર દાખલ કરનાર છે. પ્રાપ્ત હેવાલ મુજબ મોદી જ્યારે ઉમેદવારી પત્ર દાખલ કરશે ત્યારે આશરે પાંચ લાખ લોકો એકત્રિત રહે તેવી શક્યતા છે. પ્રચંડ શક્તિ પ્રદર્શન કરવામાં આવનાર છે. આના માટે તમામ કાર્યકરો અને મોટા નેતાઓ પણ કામ પર લાગી ગયા છે. મોદીના નામાંકન અને રોડ રોડને લઇને જોરદાર તૈયારી ચાલી રહી છે. કેટલાક રાજ્યોના મુખ્યપ્રધાનો પણ મોદીની સાથે હાજર રહે તેવી શક્યતા છે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો ઉપરાંત બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર પણ હાજર રહે તેવી શક્યતા છે. કેન્દ્રિય પ્રધાનો રાજનાથ સિંહ, સુષ્મા સ્વરાજ, પિયુશ ગોયલ પણ હાજર રહેનાર છે. મોદીના કાર્યક્રમને સફળ બનાવવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૧૪ની તુલનામાં આ વખતે મોદીના રોડ શોને ખાસ બનાવવા માટે વિશેષ તૈયારી કરવામાં આવી છે. મિની વારાણસીની સાથે સાથે સંસ્કૃતિને ખાસ રંગમાં રજૂ કરવામાં આવનાર છે. પાંચ લાખ લોકો પહોંચે તેવી શક્યતા છે. કમલના રથ પર સવાર થઇને મોદી આશરે ૧૦ કિલોમીટર સુધી રોડ શો કરનાર છે. રોડ શો બાદ ઉમેદવારી પત્ર દાખલ કરનાર છે. છેલ્લી ચૂંટણીમાં મોદી સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા બાદ ગંગા ઘાટ પહોંચ્યા હતા. નામાંકન કરતા પહેલા મોદી ૨૫મી એપ્રિલના દિવસે ગંગાની પુજા કરનાર છે. આરતીમાં સામેલ થનાર છે. ચૂંટણી રથ શહેરના જુના વિસ્તારમાં પસાર થઇને ગંગા કાઠા પર પહોંચનાર છે. સમગ્ર શહેર ભગવા રંગમાં નજરે પડનાર છે. તમામ રાજ્યોંમાંથી મોદીના સમર્થકો આ કાર્યક્રમમાં પહોંચે તેવી શક્યતા છે. કાર્યક્રમને આખરી ઓપ આપવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ. ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી એપ્રિલના દિવસે મતદાન થઇ ચુક્યુ છે. હવે બીજા તબક્કામાં ૧૮મી, ત્રીજા તબક્કામાં ૨૩મી, ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે.તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થનાર છે. બીજા તબક્કામાં ૧૩ રાજ્યોની ૯૭ સીટ પર મતદાન થનાર છે. ચોથા તબક્કામાં નવ રાજ્યોમાં સાત સીટો ઉપર મતદાન થનાર છે.
પાંચમાં તબક્કામાં સાત રાજ્યોની ૫૧ સીટો ઉપર મતદાન યોજાનાર છે. છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે.

Related posts

બજેટ માત્ર શબ્દોની મારામારી છે, સામાન્ય લોકો માટે કંઈ નથી : અધીર ચૌધરી

aapnugujarat

ઓગસ્ટમાં કોરોના આતંક મચાવશે

editor

PM dedicates INS Kalvari to the nation

aapnugujarat

Leave a Comment

UA-96247877-1