Aapnu Gujarat
શિક્ષણ

કેન્દ્રિય સંસ્થાઓમાં બે લાખ સીટ વધારી દેવા માટે તૈયારી

સામાન્ય વર્ગના આર્થિકરીતે નબળા વર્ગના લોકોને ૧૦ ટકા અનામત લાગુ કરવાની દિશામાં દેશભરમાં ૧૫૮ કેન્દ્રિય સંસ્થાઓમાં બે લાખથી વધારે વધારાની સીટોઉભી કરવામાં આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજાયેલી કેન્દ્રિય પ્રધાનમંડળની બેઠકમાં કેન્દ્રિય શૈક્ષણિક સંસ્થાઓમાં આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે પ્રવેશમાં અનામતની જોગવાઇ લાગુ કરવાને મંજુરી આપી દીધી છે. સરકારે આના માટે ૪૩૦૦ કરોડ રૂપિયા મંજુર કર્યા છે. આ ફંડ સાથે કેન્દ્રિય સંસ્થાઓમાં નવા માળખા વિકસિત કરવામાં આવનાર છે. ચાર હજારથી વધારે શિક્ષકોની ભરતી કરવામાં આવનાર છે. સુત્રોના કહેવા મુજબ માનવ સંશાધન વિકાસ મંત્રાલય દ્વારા મંત્રીમંડળમાં આ પ્રસ્તાવને રજૂ કરતા પહેલા ચૂંટણી પંચની મંજુરી માંગી હતી. કારણ કે લોકસભા ચૂંટણી હાલમાં ચાલી રહી છે. જેથી આંચારસહિતા અમલી છે. સુત્રોના કહેવા મુજબ મંત્રીમંડળની મંજુરી મળ્યા બાદ કુલ ૨૧૪૭૬૬ વધારાની જગ્યા ઉભી કરવામાં આવનાર છે. આમાંથી ૧૧૯૯૮૩ વધારાની સીટો વર્ષ ૨૦૧૯-૨૦ના શૈક્ષણિક સત્ર દરમિયાન તમામ સુવિધા ઉભી કરવામાં આવનાર છે. ૯૫૭૮૩ સીટો તો વર્ષ ૨૦૨૦-૨૧માં ઉભી કરવામાં આવનાર છે. ફંડથી કેન્દ્રીય સંસ્થાઓમાં નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિકસિત કરવામાં આવશે. મળેલી માહિતી મુજબ ૨૦૧૯-૨૦ના શૈક્ષણિક સત્રમાં ૧૧૯૯૮૩ વધારાની સીટો ઉભી કરવામાં આવશે જ્યારે ૨૦૨૦-૨૧માં ૯૫૭૮૩ સીટો ઉભી કરવામાં આવશે. સંબંધિત વિદ્યાર્થીઓના પ્રવેશમાં અનામતને લાગૂ કરવામાં આવશે. આર્થિકરીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે અનામતની જાહેરાત થઇ હતી.

Related posts

પશ્ચિમ ઝોનની યુનિ.ના વાઇસ ચાન્સેલર્સનો આજથી મેળાવડો

aapnugujarat

यूजीसी 30 सितंबर तक कराएं फाइनल ईयर की परीक्षाएं : सुप्रीम कोर्ट

editor

કેનેડા આ વર્ષે 4.65 લાખ લોકોને PR આપશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1