Aapnu Gujarat
શિક્ષણ

પશ્ચિમ ઝોનની યુનિ.ના વાઇસ ચાન્સેલર્સનો આજથી મેળાવડો

ધી એસોસીએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ દ્વારા દેશમાં પશ્ચિમ ઝોનની યુનિવનર્સિટીઓના વાઇસ ચાન્સેલરોનો એક અનોખો અને મહત્વનો મેળાવડો સૌપ્રથમવાર ગાંધીનગર સ્થિત આઈ.આઈ.ટી.ઈ. કેમ્પસ ખાતે આવતીકાલે તા. ૨૭ અને તા.૨૮ નવેમ્બરના રોજ યોજાવા જઇ રહ્યો છે. બે દિવસીય આ સેમીનારમાં દેશભરમાંથી ૭૫ મહાનુભાવો ઉપરાંત ગુજરાતના ૧૫ જેટલા વાઇસચાન્સેલરો પણ ભાગ લેશે. શિક્ષણજગતની હસ્તીઓ એકસાથે એક મંચ પર ખાસ હાજરી આપશે. ગુજરાતના રાજયપાલ ડો.ઓ.પી.કોહલી દ્વારા વેસ્ટ ઝોન વાઇસ ચાન્સેલર્સ મીટનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે એમ આઈ.આઈ.ટી.ઈ સંસ્થાના ઉપકુલપતિ ડૉ. શશિરંજન યાદવે જણાવ્યું હતું.ડો.યાદવે વધુમાં જણાવ્યું હતું કે, ઉચ્ચ અભ્યાસક્રમમાં હાલ જમાનાની સાથે કેટલાય વિષયો નવા આવી ગયા છે અને કેટલાય નવા વિષયો ઉમેરાય છે. હાલનું ઉચ્ચ શિક્ષણ દેશના વિકાસ સાથે કદમ મિલાવે તે માટે વિચાર વિમર્શ જરુરી છે. તે હેતુથી દેશના પશ્ચિમ વિભાગની યુનિવર્સિટીઓના કુલપતિઓ આવા જે એક વિચાર વિમર્શ માટે ગાંધીનગર સ્થિત આઇઆઇટીઇ કેમ્પસમાં એકઠા થઇ રહ્યા છે. વેસ્ટ ઝોન વાઇસ ચાન્સેલર્સ મીટની થીમ- ઇન્કયુબેટીંગ એન્ડ ઇમ્પ્લીમેન્ટીંગ ઇનોવેશન ઇન એજયુકેશન, ઇશ્યુઝ એન્ડ એપ્રોચ છે. ટેકનોલોજીક એડવાન્સમેન્ટ અને અન્ય જટિલતાઓના કારણે હવે આપણે જૂની પુુરાણી પધ્ધતિઓ પર આધારિત રહી શકીએ નહી અને તેથી ભવિષ્યને ધ્યાનમાં રાખી શિક્ષણમાં જરૂરી ફેરફાર અને પરિવર્તનોને આપણે સ્વીકારવા પડશે. ખાસ કરીને સમાજમાં પ્રવર્તી રહેલા પડકારોમાંથી બહાર નીકળી શકાય તે દ્રષ્ટિકોણથી પણ શિક્ષણ અને સંશોધનને સજ્જ કરવું પડશે. આઈ.આઈ.ટી.ઈ.ના ઉપકુલપતિ ડૉ. શશિરંજન યાદવે ઉમેર્યું હતું કે, જયપુર, જોધપુર, ઉદયપુર,મુંબઈ, કોલ્હાપુર, પુના અને ગુજરાત સહિતની ખ્યાતનામ યુનિવર્સિટીના કુલપતિઓ તા.૨૭ થી ૨૮ સવારે સાડા દશથી આઈ.આઈ.ટી.ઈ કેમ્પસમાં“બ્રેન સ્ટોર્મીંગ“ મનોમંથન પણ કરશે.
આ સેમીનારમાં ધી એસોસીએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝના પ્રમુખ પ્રો.પી.બી.શર્મા, સેક્રેટરી જનરલ પ્રો.ફારૂક કામર, જોઇન્ટ સેક્રેટરી સંપત ડેવીડ, ડો.વીણા ભલ્લા સહિતના મહાનુભાવો ખાસ હાજરી આપશે. માનવંતા વકતા તરીકે આઈ.આઈ.એમના પદ્મશ્રી અનિલ ગુપ્તા “પાયાના નવા વિચારો- ગ્રાસ ટુર ઈનોવેટર” કે જઓ ખાસ કરીને તેમની ભારત એક ખોજ યાત્રાના લીધે ખુબજ જાણીતા થયેલ છે, તેઓ ખાસ વકતવ્ય આપશે. જયારે સમાપન સમારંભમાં આઈ.આઈ.એમના નવા વિચારો સશોધન કેન્દ્રના વડા અને અર્થશાસ્ત્રી પ્રો. રાકેશ બસંલ તેમનું વક્તવ્ય આપશે.

Related posts

દેશભરની કોલેજોમાં ૧૦ % અનામતને મળી મંજૂરી, ૨૫ ટકા સીટ પણ વધશે

aapnugujarat

મેડિકલમાં પ્રવેશ લેવા માટેના ડોમિસાઇલ નિયમને બહાલી

aapnugujarat

गुजरात में स्‍कूल फीस को लेकर निजी स्‍कूल संचालक व सरकार में टकराव

editor

Leave a Comment

UA-96247877-1