Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

જેટ એરવેઝ સેવા કામચલાઉ બંધ કરી શકે

દેવામાં ડુબેલા જેટ એરવેઝની હાલત ખુબ જ કફોડી બનેલી છે. એવા રિપોર્ટ પણ મળી રહ્યા છે કે, એરલાઈનને તેના ઓપરેશનને કામચલાઉ ધોરણે બંધ કરવાની ફરજ પડી શકે છે. આ પ્રકારના અહેવાલ વચ્ચે જેટ એરવેઝને મદદ મળી શકે છે. એસબીઆઈના નેતૃત્વમાં જેટમાં ધિરાણદારોની મહત્વપૂર્ણ બેઠક મળી છે. આ લોકો ફાઈનાન્સિયલ સર્વિસ સેક્રેટરી રાજીવ કુમારને મળ્યા છે. એરલાઈનના શેરની કિંમત ૧૯ ટકાથી પણ વધુ ઘટી ચુકી છે. તેની હાલત કફોડી બની ચુકી છે. જાણકાર લોકોનું કહવું છે કે, જેટના સીઈઓને બોર્ડ મિટિંગમાં ડિરેક્ટરો દ્વારા તમામ પ્રકારની સત્તા આપવામાં આવી છે જેના ભાગરુપે છેલ્લી ઘડીએ ધિરાણદારો સાથે બેઠક યોજવાની બાબતનો સમાવેશ થાય છે. જાણકાર લોકોનું કહેવું છે કે, મંગળવારે મોડી રાત્રે ઓપરેશન બંધ કરવાની ફરજ પણ પડી શકે છે. જો ફંડ ઉપલબ્ધ નહીં થાય તો જેટની હાલત વધારે ખરાબ થશે. બીજી બાજુ જાણકાર લોકોનું કહેવું છે કે, જેટના મેનેજમેન્ટે આજે બોર્ડની બેઠકમાં એક વિકલ્પ તરીકે તમામ ઓપરેશનને બંધ કરવાની દરખાસ્ત મુકી હતી. સાથે સાથે ઓપરેશનને વૈકલ્પિકરીતે ચાલુ રાખવાની રખાસ્ત પણ રજૂ કરવામાં આવી છે. એસબીઆઈ દ્વારા વચગાળાના ફંડની વ્યવસ્થા કરવામાં આવી શકે છે. જેટ એરવેઝે હજુ સુધી કોઇપણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી. બીજી બાજુ બેંકો દ્વારા મૂડી રોકારણકારોને ધીરજ રાખવા માટે કહેવામાં આવી રહ્યું છે. સાથે સાથે એરલાઈનને બચાવી લેવાના સંકેત પણ મળી રહ્યા છે. જેટ એરવેઝ માટે રિવાઇવલ પ્લાનને લઇને ધિરાણદારો કટિબદ્ધ દેખાઇ રહ્યા છે. પંજાબ નેશનલ બેંકના મેનેજિંગ ડિરેક્ટર સુનિલ મહેતાએ આજે આ મુજબની વાત કરી હતી. સોમવારના દિવસે એક પત્ર લખીને જેટે તેના તમામ કર્મચારીઓને મંગળવાર સુધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ફંડના આધારે બંધ રાખવા માટે કહ્યું હતું. એસબીઆઈ દ્વારા ઇમરજન્સી ફંડિંગ ઉપર કામ ચાલી રહ્યું છે. અલગરીતે સરકારી અધિકારીઓએ કહ્યું છે કે, એરલાઈન માટે ફંડિંગ આવે તેવી શક્યતા છે. આ બેંકો એરલાઈનને બચાવી લેવા માટે વિકલ્પો જોઈ રહી છે. ૨૫ વર્ષ જૂની જેટ એરવેઝ કંપનીને બચાવી લેવા ધિરાણદારો નવા ઇન્વેસ્ટરને લાવવા પણ વિચારી રહ્યા છે. આ એરલાઈનમાં ૭૫ ટકા હિસ્સો ખરીદી લેવા નવા ઇન્વેસ્ટરને લાવવા હિલચાલ ચાલી રહી છે. પ્રાથમિક રસ દર્શાવ્યા બાદ કેટલાક બિડ પણ મળી ચુક્યા છે પરંતુ હજુ સુધી આ સંદર્ભમાં માહિતી જાહેર કરવામાં આવી નથી. જેટ એરવેઝ તેની સેવા કામચલાઉ ધોરણે બંધ કરશે તેવી ચર્ચા મોટાપાયે કોર્પોરેટ જગતમાં છવાઈ ગઈ છે. તેના શેરમાં પણ ૧૯ ટકાથી વધુનો ઘટાડો થઇ ચુક્યો છે.

Related posts

કેરળમાં વિધાનસભાના સત્ર અગાઉ ધારાસભ્યોનો બીફ બ્રેકફાસ્ટ

aapnugujarat

અદાણી ગ્રૂપ એરપોર્ટ બિઝનેસમાં 10 વર્ષમાં 60,000 કરોડ ઠાલવશે

aapnugujarat

આંધ્રપ્રદેશના સમર્થનમાં હવે રાહુલ ગાંધી પણ ઉતરી ગયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1