Aapnu Gujarat
બિઝનેસ

અદાણી ગ્રૂપ એરપોર્ટ બિઝનેસમાં 10 વર્ષમાં 60,000 કરોડ ઠાલવશે

અદાણી જૂથ ભારતમાં ટોચનું એરપોર્ટ ઓપરેટર છે અને હજુ પણ તે આ બિઝનેસમાં મોટું રોકાણ કરવાની તૈયારી કરે છે. અદાણી જૂથે જાહેરાત કરી છે કે આગામી 10 વર્ષમાં એરપોર્ટ સેક્ટરમાં તે 60,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. અદાણી પોર્ટ્સના એમડી કરણ અદાણીએ જણાવ્યું કે આગામી પાંચ વર્ષ દરમિયાન હાલના એરપોર્ટ પોર્ટફોલિયોમાં 30,000 કરોડ રોકવામાં આવશે. આ ઉપરાંત એરપોર્ટ પર સિટી સાઈડ ડેવલપમેન્ટમાં 10 વર્ષની અંદર વધુ 30,000 કરોડનું રોકાણ થશે. અદાણી ગ્રૂપ નવી મુંબઈમાં 18,000 કરોડના રોકાણ સાથે ગ્રીનફિલ્ડ એરપોર્ટ ડેવલપ કરશે. આ ડેવલપમેન્ટ માટેની રકમ અદાણી એન્ટરપ્રાઈઝિસ પાસેથી મેળવવામાં આવશે. હાલમાં અદાણી ગ્રૂપ મુંબઈ, અમદાવાદ, લખનૌ, મેંગલુરુ, જયપુર, ગુવાહાટી અને થિરુવનંતપુરમ એરપોર્ટનું સંચાલન કરે છે.

અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીના પુત્ર કરણ અદાણીએ જણાવ્યું કે હાલમાં અમારા એરપોર્ટની કેપેસિટી વાર્ષિક 10થી 11 કરોડ પેસેન્જરને હેન્ડલ કરવાની છે. આ કેપેસિટીમાં ત્રણ ગણો વધારો કરવામાં આવશે. લખનૌ એરપોર્ટ ખાતે નવું ટર્મિનલ વિકસાવવામાં આવ્યું છે. નવી મુંબઈમાં આગામી માર્ચ સુધીમાં નવું ટર્મિનલ ઓપન થઈ જશે. ત્યાર પછી ગુવાહાટી એરપોર્ટ ખાતે નવું ટર્મિનલ તૈયાર થશે. અમે અમદાવાદ અને જયપુર માટે પણ નવા ટર્મિનલ વિકસાવવાનું આયોજન કરીએ છીએ. કુલ મળીને 2040 સુધીમાં 25થી 30 કરોડ પેસેન્જરની કેપેસિટી તૈયાર કરવાના પ્રયાસ ચાલે છે. એરપોર્ટની પેસેન્જર હેન્ડલ કરવાની ક્ષમતા તબક્કાવાર રીતે વધારવામાં આવશે. ઉદાહરણ તરીકે લખનૌ એરપોર્ટના નવા ટર્મિનલની કેપેસિટી 80 લાખ પેસેન્જરની છે જેને આગામી તબક્કામાં વધારીને 1.30 કરોડ પેસેન્જર સુધી લઈ જવામાં આવશે. ત્યાર બાદ 2035 સુધીમાં તેની ક્ષમતા વધીને 3.80 કરોડ પેસેન્જર કરવામાં આવશે.

Related posts

બાબા રામદેવ બાદ શ્રી શ્રીની રિટેલ બજારમાં એન્ટ્રીની તૈયારી

aapnugujarat

इस साल भारतीय रियल एस्टेट में निवेश करीब 9% बढ़कर 43,780 करोड़ रुपए पर पहुंचा

aapnugujarat

બેંકિંગ, એફએમસીજી શેરમાં વેચવાલી : સેંસેક્સમાં ઘટાડો

aapnugujarat
UA-96247877-1