Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આંધ્રપ્રદેશના સમર્થનમાં હવે રાહુલ ગાંધી પણ ઉતરી ગયા

બજેટમાં આંધ્રપ્રદેશને વધુ ફાળવણી ન કરાતા નારાજ થયેલા ચંદ્રબાબુ નાયડુને રાહુલ ગાંધીના રુપમાં વધુ એક સમર્થક મળી ગયા છે. બજેટ સત્રના પ્રથમ સેશનમાં છેલ્લા દિવસે રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરીને આંધ્રપ્રદેશને ખાસ રાજ્યનો દરજ્જો આપવાની માંગણીનું સમર્થન કર્યું હતું. અત્રે નોંધનીય છે કે, આ વર્ષના અંતમાં આંધ્રપ્રદેશમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ટીડીપી અને ભાજપ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણનો લાભ લેવાના પ્રયાસ કોંગ્રેસે પણ શરૂ કરી દીધા છે. રાહુલ ગાંધી ટીડીપીના સમર્થનમાં દેખાઈ રહ્યા છે. ખેંચતાણ વચ્ચે કોંગ્રેસ પાર્ટી પણ પોતાના વિકલ્પો ચકાસી રહ્યા છે. રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરીને કહ્યું છે કે, આંધ્રપ્રદેશની પ્રજાની વાજબી માંગની સાથે કોંગ્રેસ પાર્ટી રહેલી છે. રાજ્યોને ખાસ રાજ્યનો દરજ્જો મળે અને પોલાવરમ પ્રોજેક્ટ વહેલીતકે પૂર્ણ થાય તે માટે અમે કટિબદ્ધ છીએ. આ માંગને લઇને કોંગ્રેસ પાર્ટી આંધ્રપ્રદેશની પ્રજા સાથે છે. આ એવો સમય છે કે જ્યારે તમામ પાર્ટીના લોકો એકમત થઇને ન્યાય માટે સમર્થન કરે તે જરૂરી છે. આ વર્ષના કેન્દ્રીય બજેટથી ટીડીપ નાખુશ છે અને કેન્દ્ર સરકારનો જોરદાર વિરોધ પણ કરી ચુકી છે. બજેટ રજૂ કરવામાં આવ્યા બાદ ટીડીપી અને ભાજપ વચ્ચે ખેંચતામ દેખાઈ હતી. મતભેદો હોવાની કબૂલાત વચ્ચે ટીડીપીની બેઠક મળી હતી જેમાં એનડીએની સાથે રહેવાનો નિર્ણય કરાયો હતો પરંતુ મતભેદો હોવાની વાત કબૂલ કરવામાં આવી હતી. આગામી ચૂંટણીને ધ્યાનમાં લઇને ભાજપની સાથે ગઠબંધન તોડી નાંખવા ટીડીપી યોજના બનાવી રહી હોવાના અહેવાલ હાલમાં જ આવ્યા હતા. આંધ્રના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ફોન પર ભાજપથી અલગ થઇને ચૂંટણી લડવાની જાહેરાત કરનાર શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે સાથે પણ ફોન પર વાતચીત કરી હતી.

Related posts

તેજબહાદુરની ચૂંટણી પંચના નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

aapnugujarat

અમિત શાહે ૨૭-૨૮ ઓક્ટોબરે બોલાવી ગૃહમંત્રીઓની બેઠક

aapnugujarat

જૈશ-એ-મોહમ્મદ હુમલાની ફિરાકમાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1