Aapnu Gujarat
શિક્ષણ

કેનેડા આ વર્ષે 4.65 લાખ લોકોને PR આપશે

કેનેડાએ પોતાની ઈકોનોમીને ટેકો આપવા અને વર્કર્સની અછત દૂર કરવા માટે ઈમિગ્રન્ટ્સને આવકારવાનો નિર્ણય લીધો છે, પરંતુ કેનેડાની હાઉસિંગ કટોકટીના કારણે સમસ્યા પેદા થઈ રહી છે. ચાલુ વર્ષમાં કેનેડા 4.65 લાખ લોકોને પર્મેનન્ટ રેસિડન્સી (પીઆર) આપશે. 2024માં લગભગ 4.85 લાખ લોકોને અને 2025માં પાંચ લાખ લોકોને પીઆર આપવામાં આવશે.

કેનેડામાં જે પ્રકારની હાઉસિંગ કટોકટી છે તેના કારણે આ સંખ્યા પર કાપ મુકાય તો પણ નવાઈ નહીં. કેનેડાના હાઉસિંગ મંત્રી સિન ફ્રેઝરે તાજેતરમાં કહ્યું કે, “દેશમાં મકાનોની એટલી અછત છે કે બધા લોકોને રહેવાની સગવડ આપી શકાય તેમ નથી. તેના કારણે ઇમિગ્રેશન પોલિસીમાં એક બેલેન્સ સ્થપાય તેવી શક્યતા છે. એટલે કે જે લોકોને પીઆર આપવાની યોજના હતી તેમાં કાપ મુકાઈ શકે છે.”

કેનેડાએ અત્યાર સુધી ઉદાર થઈને ઈમિગ્રન્ટ્સને આવવા દીધા છે, પરંતુ તેની સામે સગવડો ઉભી થઈ શકી નથી. તેના કારણે હાઉસિંગ, હેલ્થકેર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે પર બહુ બોજ આવી ગયો છે. હવે આ પ્રશ્નોના ઉકેલ માટે પ્રેક્ટિકલ એપ્રોચ અપનાવવો પડશે.
કોવિડ પછી કેનેડામાં લેબરની અછત પેદા થઈ અને તેના કારણે 2022માં ઈમિગ્રેશનના ટાર્ગેટ વધારવામાં આવ્યા હતા. તેનાથી દેશનો ઈકોનોમિક ડેવલપમેન્ટ કરવામાં તો મદદ મળી પણ તેની સામે પૂરતા પ્રમાણમાં મકાનો તૈયાર કરી શકાયા નથી. કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકારે પર્મેનન્ટ રેસિડન્ટ્સ માટેના ટાર્ગેટમાં હંમેશા વધારો કર્યો છે. ગયા વર્ષે કેનેડામાં જે લોકો આવ્યા તેમાં વિદેશી સ્ટુડન્ટ્સ, ટેમ્પરરી વર્કર્સ અને રેફ્યુજી મોટી સંખ્યામાં હતા. ગયા મહિને અહીં એક સરવે કરવામાં આવ્યો હતો તેમાં ઓટાવા સ્થિત રિસર્ચરે જણાવ્યું કે 61 ટકા લોકો માને છે કે કેનેડાનો ઈમિગ્રેશન ટાર્ગેટ બહુ ઊંચો છે. તેમાંથી 63 ટકાએ કહ્યું કે મોટી સંખ્યામાં ઇમિગ્રન્ટ્સ કેનેડા આવી રહ્યા હોવાથી હાઉસિંગ પર તેની નેગેટિવ અસર પડે છે.
હાલમાં આ દેશમાં હાઉસિંગની જે અછત છે તેના કારણે સૌથી વધારે અસર સ્ટુડન્ટને થઈ છે. ખાસ કરીને ભારતીય સ્ટુડન્ટ વધારે પરેશાન છે કારણ કે તેમનું બજેટ લિમિટેડ છે અને વધારે ખર્ચ કરી શકતા નથી. કેનેડાની મોટા ભાગની કોલેજ કે યુનિવર્સિટીમાં તેમને હોસ્ટેલમાં જગ્યા મળતી નથી અને તેના કારણે કેમ્પસની બહાર મોંઘી જગ્યાઓ પર રહેવા જવું પડે છે.
કેનેડામાં કેટલાક ભારતીય સ્ટુડન્ટને રહેવા માટે જગ્યા નથી મળતી ત્યારે તેમને ઓથોરિટી દ્વારા મોટેલમાં રહેવાનું જણાવવામાં આવે છે, પરંતુ મોટા ભાગના સ્ટુડન્ટને આ ઉંચો ખર્ચ પોસાતો નથી. તેથી હાઉસિંગની કટોકટી ન ઉકેલાય ત્યાં સુધી ઈમિગ્રન્ટની સંખ્યા પર અંકુશ રાખવાનો નિર્ણય લેવાયો છે.

Related posts

અમદાવાદ શહેરનું ૬૧૭૯, ગ્રામ્યનું ૬૧.૧૪ ટકા રિઝલ્ટ

aapnugujarat

નીટની પરીક્ષામાં અન્યાયના મામલે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરશે

aapnugujarat

UK માટે ભારતીયોનો મોહભંગ

aapnugujarat
UA-96247877-1