Aapnu Gujarat
શિક્ષણ

UK માટે ભારતીયોનો મોહભંગ

ભારત સહિત દુનિયાભરના વિદ્યાર્થીઓમાં ક્વોલિટી એજ્યુકેશન માટે યુકે એક પસંદગીનો દેશ છે. પરંતુ યુકેમાં શિક્ષણનું ચિત્ર ઝડપથી બદલાઈ રહ્યું છે. યુકેએ માઈગ્રેશન પર અંકુશ મુકવા માટે તાજેતરમાં કેટલાક નિયમોમાં ફેરફાર મૂક્યા છે જેના કારણે ભારતીયોમાં યુકેનું આકર્ષણ ઘટી જાય તેવી શક્યતા છે. જે ભારતીયો વિદ્યાર્થીઓ યુકે જવાનું વિચારતા હતા તેઓ હવે કદાચ અમેરિકા, કેનેડા અથવા ઓસ્ટ્રેલિયા તરફ વળે તેવી સંભાવના છે. માત્ર ભારત જ નહીં, પરંતુ બીજા દેશોના યુવાનો પણ યુકેને કદાચ ટાળી શકે છે.

જાન્યુઆરી 2023માં યુકે માટે જે એનરોલમેન્ટ જોવા મળ્યું હતું તેની તુલનામાં જાન્યુઆરી 2024 માટે એનરોલમેન્ટમાં મોટો ઘટાડો થયો છે. તાજેતરના આંકડા પ્રમાણે યુકેમાં એડમિશન માટે કુલ ડિપોઝિટ પેમેન્ટમાં 52 ટકાનો ઘટાડો થયો છે. કન્ફર્મેશન ઓફ એક્સેપ્ટન્સ ફોર સ્ટડીઝ (CAS) ઈશ્યૂ કરવામાં 64 ટકાનો ઘટાડો થયો છે અને વિઝા ઈશ્યૂ કરવાની સંખ્યામાં 71 ટકાનો ઘટાડો નોંધાયો છે. યુકે માટે ભારત એ સૌથી મોટું માર્કેટ ગણાય છે કારણ કે ભારતથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ યુકે જતા હોય છે. છતાં ભારતમાંથી ડિપોઝિટ પેમેન્ટ 52 ટકા ડાઉન છે જ્યારે CASમાં 66 ટકાનો ઘટાડો થયો છે.

યુકેએ કયા બે મોટા ફેરફાર કર્યા
યુકેએ તાજેતરમાં માઈગ્રેશનને ઘટાડવા માટે બે મોટા ફેરફારની જાહેરાત કરી છે. એક, ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ તેમનો અભ્યાસ પૂરો ન કરે ત્યાં સુધી તે પોતાની કેટેગરીને જોબ માટે લાયક નહીં બનાવી શકે. એટલે કે તે પોતાને સ્કીલ્ડ વર્કર અથવા બીજા સ્પોન્સર્ડ વર્ક વિઝા માટે લાયક નહીં ગણાય. બીજું, કેર વર્કસ અથવા સ્ટુડન્ટ્સ પોતાની સાથે પોતાના સ્વજનોને યુકે નહીં લાવી શકે. જેઓ પોસ્ટ ગ્રેજ્યુએટ રિસર્ચ પ્રોગ્રામમાં સંકળાયેલા હશે તેવા લોકો જ પોતાના સગાને યુકે લાવી શકશે. આ બે નિયમોના કારણે યુકે માટે આકર્ષણમાં ઘટાડો થયો છે.

યુકે માટે ભારતીય વિદ્યાર્થીઓમાં રસ ઘટશે

યુકેની કોલેજોમાં એડમિશન અથવા ઈનટેક માટે અત્યારે પિક ટાઈમ ચાલે છે અને હવે બેથી ત્રણ અઠવાડિયામાં બધું નક્કી થઈ જવાનું છે. તેના પરથી લાગે છે કે યુકે માટે ભારતીય વિદ્યાર્થીઓમાં રસ ઘટી રહ્યો છે. ઈન્ટરનેશનલ સ્ટુડન્ટસ માટે યુકેમાં હવે નોકરી શોધવી પણ મુશ્કેલ બનતી જશે. યુકે સિવાયના દેશોમાં ભારતીય સ્ટુડન્ટને આકર્ષવા માટે રીતસર હરીફાઈ ચાલે છે. તેથી ઘણા વિદ્યાર્થીઓ અમેરિકા અથવા ઓસ્ટ્રેલિયા જવાનું વિચારી શકે છે. યુકેની વિઝા પોલિસી પણ જટિલ બનતી જાય છે.

અત્યાર સુધીના આંકડા શું કહે છે
યુકેની કેટલીક યુનિવર્સિટીઓ ચાલુ વર્ષે ડિસેમ્બરમાં વધારાના ઈનટેક માટે તૈયાર છે. પરંતુ લાગે છે કે ગયા વર્ષ જેટલા સ્ટુડન્ટ એડમિશન નહીં લે. કુલ ડિપોઝિટ પેમેન્ટનો આંકડો જોવામાં આવે તો ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ગયા વર્ષ કરતા 49 ટકા જેટલી જ રકમ આવી છે જ્યારે CASના આંકડામાં 60 ટકાનો ઘટાડો થયો છે.

Related posts

શહેરાની સરકારી વિનયન કોલેજમાં વિશ્વ આદિવાસી દિવસની ઓનલાઈન ઉજવણી

editor

जी-सेट की २७ अगस्त को परीक्षा आयोजित होगी

aapnugujarat

નવા વાડજની નીમા વિદ્યાલયનાબાળકોએ સૈનિકો માટે લાખોનો એકત્રિત કરેલો ફંડ

aapnugujarat
UA-96247877-1