Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાજસ્થાનમાં લાગુ થશે ’ન્યૂનતમ આવક ગેરંટી’

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ન્યૂનતમ આવક ગેરંટીના દાવ પર મંગળવારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોટું નિવેદન આપ્યું છે. ગેહલોતે કહ્યું છે કે આ ખૂબ સારી યોજના છે. આ ગરીબનો હક છે અને સરકાર તેને લાગુ કરશે.
સીએમ ગેહલોતે ન્યૂનતમ આવક ગેરંટી પર આ નિવેદન મંગળવારે જોધપુર એરપોર્ટ પર આપ્યું. પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પહેલા લોન માફીની જાહેરાત કરનારા રાહુલનો આ નવો દાવ લોકસભા ચૂંટણી પહેલા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
રાહુલ ગાંધીએ સોમવારે ટિ્‌વટ પર લખ્યું હતું કે અમે એક નવા ભારતનું નિર્માણ ત્યાં સુધી ન કરી શકીએ જ્યાં સુધી અમારા લાખો ભાઈ-બહેન ગરીબોનો દંશ ભોગવી રહ્યા છે. જો ૨૦૧૯માં અમે વોટ મેળવીને સત્તામાં આવ્યા તો કોંગ્રેસ ગરીબી અને ભૂખ દૂર કરવા માટે દરેક ગરીબ વ્યક્તિ માટે ન્યૂનતમ આવકની ગેરંટી આપવા માટે પ્રતિબદ્ધ છે. આ અમારી દૃષ્ટિ અને અમારો વાયદો છે.
રાહુલ ગાંધીના લોકસભા ચૂંટણી પહેલા આ દાવને લઈને સીએમ ગેહલોતે પણ ઘણી ખુશી વ્યક્ત કરી છે. બીજી તરફ, રાહુલ ગાંધીએ મોદી સરકાર પર ઉદ્યોપતિઓના હિતેષી અને ખેડૂત-ગીરબ વિરોધી હોવાના સખ્ત આરોપ લગાવતા કહ્યું કે આગામી લોકસભા ચૂંટણીમાં સત્તામાં આવતા કોંગ્રેસ ગરીબોને ન્યૂનતમ આવકની ગેરંટીનો અધિકાર પ્રદાન કરશે.

Related posts

મોદીની શ્રેણીબદ્ધ રેલી બાદ ભાજપના કાર્યકર ઉત્સાહિત

aapnugujarat

सेंसेक्स मामूली गिरावट के साथ 39,741.36 पर बंद

aapnugujarat

દેશમાં કોરોના કેસોમાં ઘટાડો ૩.૬૮ લાખ નવા કેસ અને ૩૪૧૭ મોત

editor

Leave a Comment

UA-96247877-1