Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદીની શ્રેણીબદ્ધ રેલી બાદ ભાજપના કાર્યકર ઉત્સાહિત

રાજસ્થાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળી લીધા બાદથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ફરી એકવાર તીવ્ર સ્પર્ધા થઇ ગઇ છે. કોંગ્રેસની સ્થિતિ ખુબ મજબૂત દેખાઈ રહી હતી પરંતુ મોદીએ ઝંઝાવતી પ્રચારની શરૂઆત કર્યા બાદથી ભાજપની પણ આશા ઉજળી બની છે.
થોડાક દિવસ પહેલા સુધી નિરાશ દેખાઈ રહેલા ભાજપના કાર્યકરોમાં પણ મોદીની ૧૨થી પણ વધુ રેલી બાદ નવી આશા જાગી છે. મોદીની આ રેલીથી જીતની આશા ફરી એકવાર ઉજળી બની છે.
સિકરમાં મોદીએ ભારત માતા કી જયને લઇને રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યુ હતુ કે કોંગ્રેસ તરફથી હવે એક નવો ફતવો આવ્યો છે જેમાં તેઓ પોતાની રેલીની શરૂઆત ભારત માતાકી જય સાથે ન કરુ તેમ કહેવામાં આવ્યુ છે. રાજસ્થાનમાં રાજકીય પંડિતો માની રહ્યા છે કે દસ દિવસ પહેલા ભાજપની સ્થિતી નબળી હતી પરંતુ હવે તેમને લાગે છે કે ભાજપની ગેમમાં વાપસી થઇ રહી છે. હવે સ્થિતી સટ્ટા બજારમાં પણ બદલાઇ રહી છે.
પહેલા કોંગ્રેસને ૧૨૫થી ૧૩૦ સીટ આપવામાં આવી રહી હતી. હવે ભાજપને ૬૫-૭૦ સીટો મળી રહી છે. સાથે સાથે કોંગ્રેસને ૧૦૫-૧૧૦ સીટો મળી રહી છે. પહેલા કોંગ્રેસને વધારે સીટ મળી રહી છે. મોદી ફરી એકવાર જાદુ જગાવશે કે કેમ તે અંગે તો મતગણતરીના દિવસે જ ચિત્ર સ્પષ્ટ થઇ શકશે. રાજસ્થાનમાં એક ચૂંટણી સભાને સંબોધતા વડાપ્રધાને આને લઇને કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, વિભાજનના સમયે જો કોંગ્રેસના નેતાઓએ સંવેદનશીલતા અને ગંભીરતા દર્શાવી હોત તો ભારતથી અલગ થઇને કરતારપુર પાકિસ્તાનમાં ગયું ન હોત. ભાજપથી કોંગ્રેસમાં સામેલ થયેલા નવજોત સિદ્ધૂની પાકિસ્તાની યાત્રાઓથી ગરમ બનેલા કરતારપુર કોરિડોરના મુદ્દા ઉપર બંને પાર્ટીઓ વચ્ચે ખુબ ખેંચતાણ ચાલી રહી છે. એકબાજુ પાકિસ્તાન પાસેથી નરમ વલણ દર્શાવવામાં આવ્યા બાદ ભાજપે સિદ્ધૂ ઉપર પ્રશ્નો ઉઠાવ્યા છે. સિદ્ધૂએ સીધીરીતે વડાપ્રધાન ઉપર પ્રહાર કર્યા છે. રાજસ્થાનના હનુમાનગઢમાં ચૂંટણી સભાને સંબોધતા મોદીએ કહ્યું હતું કે, વિભાજનના સમયે કોંગ્રેસના નેતાઓએ કોઇપણ ગંભીરતા દર્શાવી ન હતી.
ભારતના જીવનને ગુરુનાનક દેવનું સ્થાન શું છે તો ત્રણ કિલોમીટરના અંતરે અમારા કરતારપુર અમારાથી અલગ થવાની જરૂર રહી ન હતો.
કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે, સત્તાના નશાને સમજી શકાય છે પરંતુ સપ્તાહ અને રાજગાદીની લાલચમાં કોંગ્રેસે એક પછી એક જે ભુલો કરી છે તેની કિંમત ભારત આજે પણ ચુકવે છે.

Related posts

સ્વાતિ માલીવાલે ૧૬ છોકરીઓને બચાવી

aapnugujarat

મમતા બેનર્જીનો સૂર્યાસ્ત હવે થઇ રહ્યો છે : મમતા બેનર્જીના ગઢ બંગાળમાં મોદી આક્રમક મૂડમાં રહ્યા

aapnugujarat

પુણ્યતિથી પર આયરન લેડી ઇન્દિરા ગાંધીને યાદ કરાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1