Aapnu Gujarat
શિક્ષણ

હવે તમારૂ બાળક ૧૨ સુધી મફતમાં ભણી શકશે ! મોદી સરકાર બાળકો પર મહેરબાન

લોકસભાની ચૂંટણી પહેલા આર્થિક રીતે પાછળના મતદારોને આકર્ષવા માટે મોદી સરકાર મોટી જાહેરાતની તૈયારીમાં છે. કેન્દ્ર સરકારે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ માટે ૮ ધોરણથી વધારીને ૧૨ સુધી મફત કરવાનીં વિચારણા કરી છે.
માનવ સંસાધન વિકાસ મંત્રાલયે આ સંબંધમાં શિક્ષણ કાર્યકર્તા અશોક અગ્રવાલે પત્ર લખ્યો છે.તેમાં લખાયેલ છે, “મંત્રાલય શિક્ષણ અધિકાર (આરટીઇ) એક્ટ, ૨૦૦૯ હેઠળ બાળકોને અનિવાર્ય અને મફત તેમજ ફરજિયાત શિક્ષણ ધોરણ ૧૨ સુધી વધારવા માટે વિચાર કરી રહી છે. ઉંડા વિચાર પછી એનાં પર નિર્ણય લેવામાં આવશે.હાલમાં આરટીઇ હેઠળ ૬થી ૧૪ વર્ષ એટલે કે પહેલાથી આઠમાં ધોરણ સુધી બાળકોને મફત શિક્ષણ આપવાનો નિયમ છે. આ એક્ટ હેઠળ ખાનગી શાળાઓ માટે આર્થિક રીતે નબળા વર્ગના બાળકો માટે ૨૫ ટકા બેઠકો અનામત છે.
ઉલ્લેખનીય છે કે આ જ મહિનામાં કેન્દ્ર સરકારે સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા લોકો માટે સરકારી નોકરીમાં ૧૦ ટકા અનામત આપવાનું નક્કી કર્યું છે. એજ રીતે ૧૨ સુધી મફત શિક્ષણ આપવાનું કેન્દ્ર સરકારનો નિર્ણય ગરીબ વર્ગના વોટરોને મનાવવાનો હોય એવું પગલું જોવામાં આવે છે.
રાઈટ ટુ એજ્યુકેશનના વિસ્તારને વધારવા માટેનો પ્રસ્તાવ લાંબા સમયથી વાતોમાં હતો અને ચૂંટણીથી પહેલા એનો ઉલ્લેખ શરૂ થયો હતો. સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશનની એક પેટા-કમિટિએ ૨૦૧૨માં જ આરટીઈ એક્ટની મર્યાદા વધારવાની ભલામણ કરી હતી. ત્યારે કેન્દ્રમાં યુપીએ સરકાર હતી.
પાછલા વર્ષે માર્ચમાં રાજ્ય શિક્ષણ મંત્રી સત્યપાલ સિંહે સંસદમાં જણાવ્યું હતું કે આરટીઈ એક્ટની મર્યાદા વધારવા માટે કોઈ પ્રસ્તાવ મંત્રાલય પાસે નથી આવ્યો.
ત્યારબાદ મે મહિનામાં દિલ્હી હાઇકોર્ટને આ સંબંધમાં અરજી કરવામાં આવી હતી.નવેમ્બરમાં દિલ્હી હાઇકોર્ટમાં વકીલ અશોક અગ્રવાલ દ્વારા ઑલ ઇન્ડિયા પેરેન્ટ્‌સ એસોસિયેશનનાં તરફેણમાં માનવ સંસાધન પ્રધાન પ્રકાશ જાવડેકરને પત્ર લખ્યો હતો કે ૮ પાસ કર્યા પછી શાળા મેનેજમેન્ટ વિદ્યાર્થીઓને કહે છે કે ફી આપો અથવા તો શાળા છોડી દો.
તેમણે આગળ લખ્યું કે ધોરણ આઠ સુધી ખાનગી અંગ્રેજી માધ્યમ શાળામાં ભણ્યા પછી વિદ્યાર્થી પાસે સરકારી શાળામાં ભણ્યા સિવાય કોઈ વિકલ્પ નથી રહેતો.પત્રમાં તેમણે આગળ લખ્યું છે કે મોટાભાગની સરકારી શાળાઓમાં ભાષા હિન્દી અથવા સ્થાનિક ભાષા હોય છે. એવામાં અંગ્રેજી મીડિયમમાં ભણીને બહાર નીકળેલા વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સાથે સાથે બાળકોને ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ આપવાનું પણ પૂરું નથી થતું. આવામાં વિદ્યાર્થીઓને પોતાનું ભણતર પૂર્ણ કરવાની તક આપવી જોઇએ. “

Related posts

ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષાઓ હવે ૨૪ નવેમ્બરે લેવાશે

editor

पीजी मेडिकल में डोक्टरो को ५० प्रतिशत सीटे उपलब्ध कराए : सुप्रीम कोर्ट

aapnugujarat

સ્ટાફ સિલેક્શન કમિશન પરીક્ષા પેર લીક પ્રકરણ : જવાબ આપવા સુપ્રીમનો કેન્દ્રને આદેશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1