Aapnu Gujarat
શિક્ષણ

સ્ટાફ સિલેક્શન કમિશન પરીક્ષા પેર લીક પ્રકરણ : જવાબ આપવા સુપ્રીમનો કેન્દ્રને આદેશ

સમગ્ર દેશમાં ભારે ચર્ચા જગાવનાર સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) પરીક્ષા માટેના પ્રશ્નપત્ર લીક થવાના મામલામાં તપાસ કરવાની માંગ કરીને દાખલ કરવામાં આવેલી અરજી ઉપર જવાબ આપવા સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકારને આદેશ કર્યો હતો. આ પરીક્ષા ૧૭મીથી ૨૧મી ફેબ્રુઆરી વચ્ચે લેવામાં આવી હતી. સુનાવણી માટેની વધુ તારીખ ૧૯મી માર્ચ નક્કી કરવામાં આવી છે. ૨૧મી ફેબ્રુઆરીના દિવસે કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ-ટેસ્ટ ટાયર-૨ પરીક્ષા પેપર લીક થવાના આક્ષેપ થયા બાદ એસએસસી દ્વારા આ પરીક્ષાને તરત જ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ટેકનિકલ કારણો રજૂ કરીને પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ ઉમેદવારો દ્વારા વ્યાપક દેખાવો કરવામાં આવ્યા હતા. ઉમેદવારો દ્વારા આ સમગ્ર મામલામાં સામૂહિક ચોરી અને ગેરરીતિ થવાને લઇને સીબીઆઈ તપાસની માંગ કરી હતી. પાંચમી માર્ચના દિવસે કેન્દ્ર સરકારે સીબીઆઈ તપાસનો આદેશ કર્યો હતો. દેખાવને પરત ખેંચી લેવા માટે વિદ્યાર્થીઓને પણ અપીલ કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે એ વખતે કહ્યું હતું કે, અમે વિરોધ કરી રહેલા ઉમેદવારોની માંગણીને સ્વીકારી રહ્યા છીએ અને સીબીઆઈ તપાસનો આદેશ કરી રહ્યા છીએ. વિરોધને રોકી દેવાની જરૂર છે. કેન્દ્રીય મંત્રીઓ તરફથી વારંવાર અપીલ કરવામાં આવ્યા બાદ પણ વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શનનો દોર જારી રાખવામાં આવ્યો હતો જેના પરિણામ સ્વરુપે ગયા સપ્તાહમાં જયપુરમાં કલમ ૧૫૧ હેઠળ સાત ઉમેદવારોની અટકાયત પણ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં મામલો પહોંચ્યા બાદ હવે કેન્દ્ર સરકાર પાસેથી જવાબની માંગ કરવામાં આવી છે. આ મુદ્દે રાજકીય ગરમી પણ વધી હતી. તમામ રાજકીય પક્ષો મેદાનમાં આવી ગયા હતા. ખાસ કરીને ભાજપે વિદ્યાર્થીઓને લઇને રજૂઆત કરી હતી. અંતે સીબીઆઈ તપાસનો આદેશ થયો હતો.

Related posts

બોડેલીની તપોવન વિદ્યાલયમાં વાર્ષિકોત્સવ ઉજવાયો

aapnugujarat

જીટીયુમાં ચોરીના સંદર્ભે ૩૦૬ વિદ્યાર્થીઓને સજા

aapnugujarat

जेईई की आन्सर की २४ से २७ अप्रैल तक घोषणा होगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1