Aapnu Gujarat
બિઝનેસ

ભારત દુનિયાનો બીજો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક દેશ

ભારત દુનિયાનો બીજો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક દેશ બની ગયો છે. વર્લ્ડ એસોસિએશન અનુસાર, સ્ટીલ ઉત્પાદનમાં ચીન પ્રથમ સ્થાન પર છે. ગ્લોબલ સ્ટીલ ઉત્પાદનમાં ચીનની ભાગીદારી ૫૧ ટકા છે. વર્લ્ડ સ્ટીલના તાજા રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ ૨૦૧૮માં ચીનનું રો સ્ટીલનું ઉત્પાદન ૬.૬ ટકા વધીને ૯૨.૮૩ કરોડ ટન પહોંચી ગયું છે. ૨૦૧૭માં આ ૮૭.૦૯ કરોડ ટન હતું. ગ્લોબલ સ્ટીલ ઉત્પાદનમાં ચીનની ભાગીદારી ૫૦.૩ ટકાથી વધીને ૫૧.૩ ટકા થઈ ગઈ છે.
ટોપ-૧૦ સ્ટીલ ઉત્પાદન દેશોમાં અમેરિકા ૮.૬૭ કરોડ ટનના ઉત્પાદન સાથે ચોથા સ્થાન પર છે. ત્યાબાદ દક્ષિણ કોરિયા ૭.૨૫ કરોડ ટન સાથે પાંચમા સ્થાન પર, રશિયા ૭.૧૭ કરોડ ટન સાથે છટ્ઠા સ્થાન પર, જર્મની ૪.૨૪ કરોડ ટન સાથે સાતમા સ્થાન પર, તુર્કી ૩.૭૩ કરોડ ટન સાથે આટમા સ્થાન પર, બ્રાઝિલ ૩.૪૭ કરોડ ટન સાથે નવમા સ્થાન પર અને ઈરાન ૨.૫ કરોડ ટન સાથે ૧૦મા સ્થાન પર છે. અન્ય દેશોના લીસ્ટમાં ઈટલીએ ગત વર્ષે ૨.૪૫ કરોડ ટન સ્ટીલ ઉત્પાદન કર્યું હતું. ફ્રાંસે ૧.૫૪ કરોડ ટન અને સ્પેને ૧.૪૩ કરોડ ટન ઉત્પાદન કર્યું.

  • રિપોર્ટ અનુસાર, ભારતનો કાચા સ્ટીલનું ઉત્પાદન ૨૦૧૮માં ૪.૯ ટકા વધીને ૧૦.૬૫ કરોડ ટન રહ્યું, જે ૨૦૧૭માં ૧૦.૧૫ કરોડ ટન હતું.- જાપાનનું ઉત્પાદન આ દરમ્યાન ૦.૩ ટકા ઘટીને ૧૦.૪૩ કરોડ ટન રહ્યું
  • આ રીતે ભારતે સ્ટીલ ઉત્પાદનમાં જાપાનને પાછળ પાડી દીધુ છે.
  • રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે, ૨૦૧૮માં ગ્લોબલ સ્ટીલ ઉત્પાદન ૪.૬ ટકા વધીને ૧૮૦.૮૬ કરોડ ટન રહ્યું, જે ૨૦૧૭માં ૧૭૨.૯૮ કરોડ ટન હતું.

Related posts

माल्या से लोन रिकवरी की उम्मीद बहुत कमः एसबीआई

aapnugujarat

મોદી સરકારે ડીબીટી મારફતે ૧૦૦૦ કરોડથી વધુ બચાવ્યા

aapnugujarat

18 સરકારી બેન્કોને 1 વર્ષમાં લાગ્યો આટલા લાખ કરોડનો ચૂનો! , વાંચો સમગ્ર માહિતી

editor

Leave a Comment

UA-96247877-1