Aapnu Gujarat
બિઝનેસ

મોદી સરકારે ડીબીટી મારફતે ૧૦૦૦ કરોડથી વધુ બચાવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) મારફતે ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધારેની બચત કરી લીધી છે. આ આંકડો સતત વધી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારમુકત્ત સરકાર હોવાનો દાવો કરીને આ મુદ્દો ચૂંટણીમાં ચમકાવે તેવી શક્યતા છે. છેલ્લા વર્ષના અંત સુધી આંકડો ૧૧૦૦ કરોડની આસપાસ પહોંચી ગયો હતો. મોદ સરકારનો દાવો છે કે રેકોર્ડ પરથી આઠ કરોડ બોગસ લાભ મેળવનાર લોકોના નામ દુર કરીને આ સિદ્ધી સરકાર દ્વારા હાંસલ કરવામાં આવી છે. આ બોગસ લોકો જુદા જુદા પ્રકારની સરકારી સબસિડી મેળવી રહ્યા હતા. ડીબીટી રૂટન ઉપયોગ હવે ખેડુતો માટે પણ કરવાની હિલચાલ ચાલી રહી છે. ભવિષ્યમાં યુનિવર્સિલ બેઝિક ઇનકમ ફ્રેમવર્કની તૈયારી પણ ચાલી રહી છે. નવેસરના આંકડા મુજબ ડીબીટીના કારણે માર્ચ ૨૦૧૮માં આંકડો ૯૦૦ અબજ રૂપિયાથી વધીને ૩૧મી ડિસેમ્બર ૨૦૧૮ના દિવસે આંકડો ૧૦૯૯.૮૩ અબજ રૂપિયા સુધી પહોંચી ગયો હતો. આ ફાયનાન્સિય વર્ષમાં પણ ઉલ્લેખનીય બચત કરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપ આ મુદ્દાને જોરદાર રીતે ચગાવવા માટે ઉત્સુક છે. કઇ રીતે ભ્રષ્ટાચારમુક્ત સરકારે પૈસાની બચત કરી છે તે બાબત દર્શાવવામાં આવનાર છે. ૧૫માં પ્રવાસી ભારતીય દિવસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે વાત કરી હતી તે વાત કરતા આંકડા વધારે છે. મોદી કહી ચુક્યા છે કે સાત કરોડ બોગસ લાભ મેળવી રહેલા લોકોને દુર કરવામાં આવી ચુક્યા છે. આ આંકડો બ્રિટન, ફ્રાન્સ અથવા તો ઇટાલીની વસ્તી કરતા પણ વધારે હોવાનો દાવો મોદી દ્વારા કરવામાં આવ્યો છે.

Related posts

FPI દ્વારા ડેબ્ટ માર્કેટમાં કુલ ૩,૯૩૫ કરોડ ઠાલવી દેવાયા

aapnugujarat

…..તો પેટ્રોલની કિંમત થઈ જશે ૮૦ રૂ. પ્રતિ લિટર !

aapnugujarat

ઇન્ફોસીસમાં સ્થિરતા લાવવા પર કામો કરશે : નિલકાનીની ખાતરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1