Aapnu Gujarat
શિક્ષણ

ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષાઓ હવે ૨૪ નવેમ્બરે લેવાશે

હવે વેકેશન લંબાવવામાં આવતાં ગુજરાત યુનિવર્સિટીએ ૧૬મી નવેમ્બરથી શરૂ થતી મ્ર્ઝ્રંસ્, મ્છ, મ્જીઝ્ર, મ્મ્છ, મ્ઝ્રછ સેમેસ્ટર ૫ અને મ્ ઈડ્ઢ, સ્ર્ઝ્રંસ્ સેમેસ્ટર ૩ સહિતની પરીક્ષાઓ હવે ૨૪મી નવેમ્બરે લેવામાં આવશે. આવી જ રીતે મ્છ, મ્ર્ઝ્રંસ્ મ્જીઝ્ર, મ્મ્છ, મ્ઝ્રછ, સેમેસ્ટર ૩ની ૩૦મી નવેમ્બરથી શરૂ થનારી પરીક્ષાઓ હવે ૩ ડિસેમ્બરથી લેવામાં આવશે. આમ માત્ર ગુજરાત યુનિવર્સિટીની જુદી જુદી ૩૦થી વધુ પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. માત્ર ગુજરાત યુનિવર્સિટી નહીં રાજ્યની અન્ય યુનિવર્સિટીઓમાં પણ દિવાળી વેકેશનના થયેલા ફેરફારના કારણે પરીક્ષા સહિતના જુદા જુદા કાર્યક્રમોમાં ફેરફાર કરવા પડ્યા છે. યુનિવર્સિટીએ હાલમાં વેબસાઈટ પર નવી તારીખો જાહેર કરી દીધી છે. જાે કે પહેલા સેમેસ્ટરમાં હાલ પ્રવેશની કાર્યવાહી ચાલી રહી છે. આ સ્થિતિમાં પહેલા સેમેસ્ટર માટે પરીક્ષાની અલગથી જાહેરાત કરવામાં આવશે. કારણ કે હાલની સ્થિતિમા દિવાળીનું વેકેશન પડે ત્યાં સુધી પહેલા સેમેસ્ટરમાં કેટલીક કોલેજાેમાં અભ્યાસ પણ શરૂ થાય તેમ નથીરાજ્યમાં દિવાળી વેકેશન ૨૧ દિવસનું કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં વેકેશન લંબાવવાથી પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવો પડ્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં જે પરીક્ષાઓ ૧૬મી નવેમ્બરથી શરૂ થતી હતી તેવી ૩૦ જેટલી પરીક્ષાઓ હવે ૨૪ નવેમ્બરે લેવામાં આવશે. રાજ્યની જુદી જુદી યુનિવર્સિટીઓ સાથે જાેડાયેલી કોલેજાેમાં ચાલુ વર્ષે ૧૩ દિવસની જગ્યાએ ૨૧ દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેથી યુનિવર્સિટીમાં હવે વેકેશન બાદ કોલેજાે શરૂ થતાંની સાથે જ પરીક્ષાનું આયોજન કરવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી ઉચ્ચ શિક્ષણમાં ૧૩ દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવતું હતું. આ વર્ષે પણ ૧૩ દિવસના વેકેશનની ગણતરી કરીને ગુજરાતની યુનિવર્સિટીઓએ પોતાના એકેડેમિક કેલેન્ડરની જાહેરાત કરી હતી. અધ્યાપક મંડળની માંગણીના અનુસંધાનમાં શિક્ષણ વિભારે ચાલુ વર્ષે ૨૧ દિવસના દિવાળી વેકેશનની જાહેરાત કરી હતી. યુનિવર્સિટીઓએ ૧૩ દિવસના વેકેશન પ્રમાણે નવેમ્બર માસમાં જુદી જુદી પરીક્ષાનું આયોજન કર્યું હતું.

Related posts

હવે ડિપ્લોમા પ્રવેશ સમિતિમાં વિવાદીત અધિકારીઓ સામેલ

aapnugujarat

१२ स्कूलों में आरटीओ की ड्राइव : ४२ वाहन डिटेइन

aapnugujarat

कर्नाटक में 1 अक्टूबर से खुलेंगे कॉलेज

editor

Leave a Comment

UA-96247877-1