Aapnu Gujarat
ગુજરાત

નોકરીની લાલચો આપીને ઠગાઈ કરતી ગેંગ પકડાઈ

જુદી જુદી બેંકો અને અન્ય એમએનસી કંપનીઓમાં મોટી અને આકર્ષક નોકરી આપવાની લાલચ આપી છેતરપિંડી અને ઠગાઈ કરનાર ગેંગને પકડી પાડવામાં સાયબર ક્રાઈમ બ્રાંચની ટુકડીએ ઉલ્લેખનીય સફળતા હાંસલ કરી છે. આ ગેંગના છ સભ્યોને ચોક્કસ બાતમીના આધારે જાળ બિછાવીને પકડી પાડવામાં સફળતા મળી છે. આ લોકો નોકરીની લાલચ આપી કોલ સેન્ટરમાંથી કોલ કરી ઠગાઈ કરતા હતા. નામ, આધાર કાર્ડની વિગતો અને પોતાના બેંક ખાતાની વિગત મંગાવી લેતા હતા અને આ રીતે છેતરપિંડી કરતા હતા. કેટલાક લોકોની સાથે છેતરપિંડી કરવામાં આ લોકોને સફળતા પણ મળી હતી. ઝડપાયેલા શખ્સો તમામ બહારના હોવાનું જાણવા મળ્યું છે. તમામ શખ્સો દિલ્હીના છે. તેમની પુછપરછના આધારે અન્યોની ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા છે. આરોપીઓની પાસેથી જુદા જુદા ૪૦ ફોનપણ કબજે કરવામાં આવ્યા છે. આ ઉપરાંત હાર્ડડિસ્ક, અલગ અલગ કંપનીના સિમકાર્ડનો સમાવેશ થાય છે. ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પણ કબજે કરવામાં આવ્યા છે. અત્રે મળતી માહિતી મુજબ સાઈબર ક્રાઈમ બ્રાંચની ટીમે દિલ્હી ખાતેથી ૬ આરોપીઓની ધરપકડ કરી છે. સાઈબર ક્રાઇમે બાતમીના આધારે દિલ્હી ખાતે જઈને ૬ આરોપીઓને ઝડપી પાડ્યા છે ત્યારે મુખ્ય આરોપી અરૂણ ભારતી જે કોલ સેન્ટરનો માલિક છે તે હજુ પણ નાસતો ફરે છે. આરોપી અરૂણ આ ગુન્હાનો માસ્ટર માઇન્ડ છે. આરોપી અરુણે જોબ આપવાના બહાને છેતરપીંડી કરવાં નોકરી.કોમનો ડેટા હાર્ડ કોપીમાં મેળવતો અને ઓનલાઈન પોર્ટલ ઉપર પોતાનું રજીસ્ટ્રેશન કરાવી જોબ બાબતના ડેટાનો એક્સેસ લઈને મેળવતો હતો અને તે ડેટાની હાર્ડ કોપી બનાવીને તેના કોલ સેન્ટરમાં કામ કરતાં તમામ ને ૧-૧ શીટ આપતો જેમાં ૪૦ થી ૫૦ નંબરો નોકરીની જરૂરિયાતોનું રહેતુ હતું. તે ડેટા શીટૅને આધારે કોલ કરવામાં આવતા હતાં. આરોપીઓ જ્યારે કોલ સેન્ટરમાંથી કોલર દ્વારા જોબ મેળવનારના ડેટા બેઝ મુજબ કોઈ પણ વ્યક્તિને ફોન કરવામાં આવતો હતો. જોબ માટે રજીસ્ટ્રેશન કરાવવા વન ટાઈમ ફી ની રકમ ભરવાની વાત થતી હતી. કોલર તરફથી વેબસાઇટમાંથી કોઈ પણ વેબસાઇટનું નામ તે વ્યક્તિને આપવામાં આવતું અને તે વેબસાઇટ ઉપર જઈને વન ટાઈમ ફી ભરવાની પ્રોસેસ કરવાનું જણાવતા હતા. જ્યારે નોકરી મેળવવા ઈચ્છુક વ્યક્તિ રજીસ્ટ્રેશન ફોર્મ ભરી દે પછી પેમેન્ટ પ્રોસેસ કરવાનું પેજ આવતું હતું. વ્યક્તિ પોતાના બેન્કના ડેબિટ કાર્ડનોે નંબર, કાર્ડ ઉપર લખેલુ પોતાનું નામ, કાર્ડની એક્ષપાયરી ડેટ અને સીવીવી નંબર નાખે છે. તમામ વિગતને તેની પાસે રહેલ એન્ટ્રોઈડ મોબાઈલ ફોનમાં ઈનસ્ટોલ કરેલ મોબિક્વીક ઈવોલેટમાં સબમિટ કરીને મોટી રકમ ૯૦૦૦ જેટલી માટે પ્રોસેસ કરવામાં આવતી હતી. આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન નંગ ૪૦, જીયો કંપનીનું વાઈ-ફાઈ રાઉટર ૧, હાર્ડ ડિસ્ક ૧, રજિસ્ટરો ૨, બેન્કની પાસબુક ૪, એરટેલ કંપનીનું વાઈ-ફાઈ રાઉટર ૧, ભાડા કરાર ૧, અલગ-અલગ કંપનીના સીમાકાડ્‌ર્સ ૫૯, વિવિધ બેન્કના ડેબીટકાર્ડ-કેડિટકાર્ડ ૧૧ મળી આવ્યા છે.

Related posts

શહેર-જિલ્લાના અધિકારી-કર્મચારીઓ પૂરના અસરગ્રસ્તો માટે  એક દિવસનો પગાર રાહત ભંડોળમાં આપે : વડોદરા જિલ્લા કલેકટરશ્રીનો અનુરોધ

aapnugujarat

OBC માં પાટીદાર સમાજનો સમાવેશ કરો : Hardik Patel

editor

મોટાચારોડીયા ગામેથી બનાવટી ચલણી નોટો સાથે બે ઝડપાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1