Aapnu Gujarat
ગુજરાત

મોટાચારોડીયા ગામેથી બનાવટી ચલણી નોટો સાથે બે ઝડપાયા

ત્રણ વર્ષ પૂર્વે ભાવનગર જીલ્લાના ગારીયાધાર તાલુકાના મોટાચારોડીયા ગામેથી બનાવટી ચલણી નોટો સાથે ઝડપાયેલા બે આરોપીઓ સામે ભાવનગરની ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં કેસ ચાલી જતા અદાલતે બંન્ને આરોપી પૈકીના એક આરોપીને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડ દંડ જ્યારે બીજા આરોપીને ૭ વર્ષની કેદની સજા અને રોકડ દંડ અદાલતે ફટકાર્યો હતો.આ બનાવની જાણવા મળેલ વિગતો મુજબ ગઈ તા.૧૭-૭-૨૦૧૯ના રોજ ગારીયાધાર બસ સ્ટેન્ડ પાસે સરકીટ હાઉસના દરવાજા પાસેથી બનાવટી ભારતીય ચલણી નોટ નંગ રૂા.૫૦૦ના દરની ૬૦ નંગ તથા રૂા.૨૦૦ના દરની ૪ નંગ એમ રૂા.૩૦,૮૦૦ તથા મોબાઇલ ફોન કિ. રૂા. ૫૦૦ તથા આધારકાર્ડ સાથે અને આરોપીને પોતાના કબ્જાના મકાનેથી રૂા.૨૦૦૦ના દરની ૧૨ નંગ, રૂ.૫૦૦ના દરની ૩૩ નંગ, રૂ.૨૦૦ના દરની ૧૮ નંગ, રૂ.૧૦૦ના દરની ૧૭૭ નંગ, ૨૦ના દરની ૧ નંગ એમ રૂા.૬૯,૦૦૦ ની બનાવટી નોટો તથા કોમ્પ્યુટર, મોનીટર, પ્રિન્ટર સહિતના મુદ્દામાલ સાથે પકડાઇ હતી.આરોપી હસમુખભાઇએ આરોપી ભુપતભાઇને સાહેદોના ખાતામાં અસલ રૂપીયા મેળવી એકબીજાને મદદગારી કરી ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડી ગુન્હો કર્યો હતો. ઉક્ત બનાવ અંગે જે તે સમયે ગારીયાધાર પોલીસ મથકમાં ઉપરોક્ત બંન્ને આરોપીઓ સામે ઇપીકો કલમ ૩૮૯ (એ),(બી),(સી),(ડી), ૩૪,૧૧૪ મુજબનો નોંધ્યો હતો.
આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ એલ.એસ.પીરઝાદાની અદાલતમાં ચાલી જતા મુખ્ય જીલ્લા સરકારી વકીલ અને પબ્લીક પ્રોસીક્યુટર મનોજ જોશીની અસરકારક દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને રાખી અદાલતે ઉપરોક્ત બંન્ને આરોપીઓ હસમુખભાઇ ગોરધનભાઇ ઝાલાવાડીયા તથા આરોપી ભુપતભાઇ માધુભાઇ કોટડીયા બંન્ને સામે ગુનો સાબિત માની બંન્ને આરોપીઓને કસુરવાર ઠરાવી આરોપી હસમુખ ગોરધનભાઇ ઝાલાવાડીયાને ઇપીકો કલમ ૪૮૯(સી) મુજબનો ગુનો સાબિત માની ૭ વર્ષની કેદની સજા અને રોકડા રૂા.૨૦ હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ ૧ વર્ષની સજા તથા આરોપી ભુપત માધુભાઇ કોટડીયાને ઇપીકો કલમ ૪૮૯(એ) મુજબનો ગુનો સાબીત માની ૧૦ વર્ષની કેદની સજા અને રોકડા રૂા.૩૦ હજારનો દંડ અને દંડનો ભરે તો વધુ ૨ વર્ષની સજા અદાલતે ફટકારી હતી.

Related posts

સ્કૂલ ફી માફીનો જાહેર કરેલો પરિપત્ર રદ્દ કર્યો, ગુજરાત સરકારને હાઈકોર્ટની લપડાક

editor

SBI દ્વારા શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાને ૧૦ કમ્પ્યુટર ભેટ

editor

“દાદા-દાદીના દોસ્ત” અભિયાન અંતર્ગત નિ:સંતાન અને જરૂરિયાતમંદ સીનીયર સીટીજનોને રાશનકીટનું વિતરણ

editor

Leave a Comment

UA-96247877-1