Aapnu Gujarat
ગુજરાત

કિંજલને ચાર ચાર બંગડીવાળું ગીત ગાવાની મંજુરી મળી

જાણીતી ગાયિકા કિંજલ દવેને ગુજરાત હાઇકોર્ટે મોટી રાહત આપી હતી. કોમર્શીયલ કોર્ટે ચાર ચાર બંગડીવાળુ ગીત ગાવા સામે ફરમાવેલા સ્ટેને આજે ગુજરાત હાઇકોર્ટે ફગાવ્યો હતો. હાઇકોર્ટે નીચલી કોર્ટના સ્ટેને રદબાતલ ઠરાવવાની સાથે સાથે આ વિવાદીત ગીત ગાવા સામે અંગે કાયમી મનાઇહુકમનો કોમર્શયીલ કોર્ટમાં એકઝીબીટ-૩૫નો જે મામલો તે ૧૫ દિવસમાં ચલાવી લેવા પણ હાઇકોર્ટે હુકમ કર્યો છે. આમ, ગુજરાત હાઇકોર્ટે કિંજલ દવેને ચાર ચાર બંગડીવાળુ ગીત ગાવાની લીલીઝંડી આપતાં તેને બહુ મોટી રાહત મળી છે. આ કેસની વિગત એવી છે કે, જાણીતી ગાયિકા કિંજલ દવેને કોમર્શિયલ કોર્ટે કોપીરાઇટ કેસના ભંગ બદલના કેસમાં ચાર ચાર બંગડીવાળી ગાડીવાળુ ગીત ન ગાવા તા.૪થી જાન્યુઆરીએ વચગાળાનો આદેશ કર્યો હતો. કોપી રાઈટના કેસમાં કોમર્શિયલ કોર્ટે બે દિવસ પહેલાં વધુ એક દિવસનો સ્ટે આપ્યો હતો. જેને પગલે કિંજલે કોપી રાઈટના કેસ અને કોમર્શીયલ કોર્ટના હુકમ સામે ગુજરાત હાઈકોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી, જેમાં ગઇકાલે બંને પક્ષની દલીલો અને સુનાવણી પૂર્ણ થઇ જતાં હાઇકોર્ટ દ્વારા કેસમાં ચુકાદો અનામત રખાયો હતો અને આજે ખુલ્લી અદાલતમાં હાઇકોર્ટે પોતાનો ચુકાદો જાહેર કર્યો હતો અને કોમર્શીયલ કોર્ટના સ્ટેને રદબાતલ ઠરાવ્યો હતો. કિંજલ દવે તરફથી હાઇકોર્ટમાં કરાયેલી અરજીમાં એડવોકેટ હર્ષિત તોલીયા અને જયદીપ વાઘેલાએ રજૂઆત કરી હતી કે, પ્રસ્તુત કેસમાં કોમર્શીયલ કોર્ટે એક્સપાર્ટી હુકમ કર્યો છે અને અરજદારને સાંભળ્યા નથી કે રજૂઆતની કોઇ તક પણ પૂરી પાડી નથી. જે કુદરતી ન્યાયના સિધ્ધાંત વિરૂધ્ધનો અને અયોગ્ય હુકમ કહી શકાય. આ સંજોગોમાં હાઇકોર્ટે નીચલી કોર્ટના હુકમને ગેરકાયદે અને અયોગ્ય ઠરાવી રદબાતલ ઠરાવવો જોઇએ અને અરજદારને ઉપરોકત ગીત ગાવાની મંજૂરી આપવી જોઇએ. કોમર્શીયલ કોર્ટ દ્વારા એક્સપાર્ટી સ્ટે જારી કરવાના કારણે અરજદારના બંધારણીય હક્કો અને અધિકારો પર તરાપ પડી છે, જે કોઇપણ રીતે યોગ્ય ના કહી શકાય. ખાસ કરીને સીપીસીના ઓર્ડર-૩૯ની રૂલ(૩) મુજબ, એક્સપાર્ટી કેસમાં કોઇ હુકમ કરવો હોય તો કોર્ટે રિઝન ઓર્ડર આપવો પડે પરંતુ પ્રસ્તુત કેસમાં કોઇ રિઝન ઓર્ડર અપાયો નથી. તેથી નીચલી કોર્ટનો હુકમ અયોગ્ય અને રદબાતલ થવાપાત્ર ઠરે છે. ઉલ્લેખનીય છે કે, કાઠિયાવાડી કિંગ નામે જાણીતા કાર્તિક પટેલે કોપી રાઈટ કેસ દાખલ કર્યો હતો. જેમાં અગાઉ કિંજલને કોર્ટે પ્રોગ્રામોમાં ચાર ચાર બંગડીવાળુ ગીત ન ગાવા અને ઈન્ટરનેટ પ્લેટફોર્મ પરથી ગીત હટાવી લેવા જણાવ્યું હતું. ગીતને અન્ય કોઈને વેચવામાં ન આવે તેવો આદેશ પણ કરાયો હતો. તા.૫મી જાન્યુઆરીએ બપોરે તેનું યુટ્યુબ પરનું ગીત હટાવી લેવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયામાં રહેતા કાઠિયાવાડી કિંગના નામે ઓળખાતા કાર્તિક પટેલે દાવો કર્યો હતો કે, આ ગીત તેણે લખ્યું છે અને ગાયું છે. કિંજલે તેની નકલ કરી છે. તેની કંપનીએ કોપીરાઈટ એક્ટ અંતર્ગત કહ્યું હતું કે, તેણે ગીત બનાવી તેનો વીડિયો ૨૦૧૬માં યુટ્યુબ પર અપલોડ કર્યો હતો. તેના એક મહિના પછી થોડા ફેરફાર કરીને કિંજલે ગીત ગાયું હતું અને ઓક્ટોબર-૨૦૧૬માં યુટ્યુબ પર વીડિયો અપલોડ કર્યો હતો.

Related posts

જિજ્ઞેશ મેવાણી કોંગ્રેસમાં જાેડાઈને પણ કોંગ્રેસી ન બની શક્યા

editor

રાજકોટમાં રૂપાલાની સભા રદ્દ તો ભાવનગર-જામનગરમાં વિરોધ

aapnugujarat

રાજ્યભરના એટીએમમાં રોકડનો કકળાટ યથાવત્‌

aapnugujarat

Leave a Comment

UA-96247877-1