Aapnu Gujarat
ગુજરાત

પ્રજાલક્ષી કામો છેવાડાના બધા માનવી સુધી પહોંચાડવા તૈયાર : નીતિન પટેલ

ાાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યનો સામાન્ય વહીવટ વિભાગ સરાકારના હ્ય્દય સમાન છે. રાજ્યનો વહીવટ સરળ અને સુચારૂરૂપે થાય તે માટે સામાન્ય વહીવટ વિભાગ કામ કરી રહ્યો છે. સાથો સાથ રાજ્ય સરકારના પ્રજાલક્ષી કાર્યો રાજ્યના છેવાડાના માનવી સુધી સરળતાથી ઝડપી પહોંચાડવાનું કામ આ વિભાગ કાર્યદક્ષ રીતે કરી રહ્યો છે ત્યારે આ વિભાગ વધુને વધુ કાર્યદક્ષ રીતે કાર્ય કરે તે માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા છે. સામાન્ય વહીવટી વિભાગની મંત્રી પરિષદની મહેસુલી ખર્ચની ૫.૭૦ કરોડ, ચૂંટણી અંતર્ગત મહેસૂલી ૧૪૭ કરોડ, મૂડીને લગતી ૧૦૦ કરોડ તેમજ સામાન્ય વહીવટી વિભાગની ૧૨૨ કરોડની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અંદાજપત્રની અનુદાનો માટેની સામાન્ય વહીવટી વિભાગની માંગણીઓની ચર્ચાનો જવાબ આપતા જણાવ્યું કે, રાજ્ય સરકાર રાજ્યના યુવાનોને રોજગારીની તકો મળી રહે તે માટે પુરતા પ્રયાસ કરી રહી છે. ખાનગી ક્ષેત્રની સાથે રાજ્ય સરકારના વિવિધ વિભાગોનાં વર્ગ-૧થી ૩ના સંવર્ગમાં અંદાજીત ૭૦,૦૦૦થી વધુ ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે. આ ભરતીમાં મુખ્યત્વે ગૃહ વિભાગની ૨૫,૫૫૨ પંચાયત ગ્રામ વિકાસની ૧૧,૫૬૩, શિક્ષણની ૯૦૦૦, મહેસુલ વિભાગની ૩૧૬૬, આરોગ્ય વિભાગની ૧૮૭૪, વન અને પર્યાવરણ વિભાગની ૧૪૮૪, જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે. ચાલુ વર્ષે પણ જે ભરતી કેલેન્ડર બનાવવામાં આવ્યું છે તે મુજબ અંદાજિત ૨૭૦૦૦ કરતાં પણ વધુ જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ રાજ્યમાં ભરતી પ્રક્રિયા પારદર્શી રીતે થાય અને જરૂરીયાત પ્રમાણે ગુજરાત જાહેર સેવા આયોગ અને ગૌણ સેવા પસંદગી મંડળ ખાતે અનુક્રમે ૨,૦૯૮.૨૮ લાખ તથા ૧૪૯૫.૯૫ લાખની જોગવાઈ કરી છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નોકરીની ફરજ દરમિયાન અવસાન પામનાર કર્મચારીના કુટુંબ નિરાધાર ન થાય તે માટે રહેમરાહે યોજનાના માધ્યમથી વર્ગ-૩ અને વર્ગ-૪ સંવર્ગના કિસ્સામાં સ્વર્ગસ્થના આશ્રિતને ૮.૦૦ લાખની ઉચ્ચક નાણાંકીય સહાય ચુકવવાની યોજના રાજ્ય સરકાર સંવેદનાથી અમલી બનાવી છે. એટલું જ નહિ ફીક્સ પગારના કિસ્સામાં આશ્રિતને ૪.૦૦ લાખની સહાય ચુકવવામાં આવે છે. કર્મચારીઓની કાર્યક્ષમતા વધે અને ગુણવત્તામાં વધારો થાય તે માટે આઈ.એ.એસ જેવા ઉચ્ચ સંવર્ગથી લઈ વર્ગ ૧-૨ના સંવર્ગને એસઆરએમએસ હ્મુમન રીસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ અપનાવી પેપરલેસ પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે જેથી ઝડપી કામગીરીની સાથે પારદર્શિતા વધી છે.

Related posts

તલોદમાં રાહુલ ગાંધીના જન્મદિનની ઉજવણી

editor

નવા વર્ષથી શહેરના માર્ગો પર ઇલેક્ટ્રિક બસો દોડશે

aapnugujarat

Congress advises its MLAs for not meeting Gujarat CM and Dy CM until RS polls are over

aapnugujarat

Leave a Comment

UA-96247877-1