Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત કુટીર ઉદ્યોગ માટે ૧૧૪૬૬૪ અરજી મંજુર : જયેશ રાદડીયા

રાજય સરકારે સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને સાર્થક કરીને તમામને રોજગારી આપવાનું લક્ષ્યાંક નક્કી કર્યો છે. જેના ભાગરૂપે છેલ્લા ત્રણ વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૧૫-૧૬ના ૩૬,૮૦૦ના લક્ષ્યાંક સામે ૩૭,૫૭૧ અરજીઓ, વર્ષ ૨૦૧૬-૧૭માં ૩૬,૮૦૦ના લક્ષ્યાંક સામે ૩૮,૭૩૪ અરજીઓ જ્યારે વર્ષ ૨૦૧૭-૧૮માં ફેબ્રુઆરીની સ્થિતિએ ૩૬,૮૦૦ના લક્ષ્યાંક સામે ૩૭,૭૩૪ અરજીઓ એમ ત્રણ વર્ષમાં ૧,૧૦,૪૦૦ના લક્ષ્યાંક સામે ૧,૧૪,૨૬૪ અરજીઓ કુટીર ઉદ્યોગ માટે રાજ્ય સરકાર દ્વારા મંજુર કરવામાં આવી છે. આમ છેલ્લા ત્રણ વર્ષમાં ૧૦૦ ટકાની સામે અનુક્રમે ૧૦૨ ટકા, ૧૦૫ ટકા અને ૧૦૨ ટકા વધુ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. તેમ વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરીકાળ દરમ્યાન ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નો પ્રત્યુત્તર આપતાં કુટીર ઉદ્યોગ મંત્રી જયેશભાઈ રાદડીયાએ જણાવ્યું હતું. અમદાવાદ જિલ્લા અને શહેરમાં તા. ૩૧.૦૧.૨૦૧૮ની સ્થિતિએ કુટીર ઉદ્યોગ અન્વયે લોન સહાય માટે આવેલી તમામ એટલે કે અનુક્રમે ૨૬૪૯ અને ૬૭૧૯ એમ કુલ ૯૩૬૮ અરજીઓ રાજ્યના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મંજુર કરવામાં આવી છે.

Related posts

નવસારી : ટ્રક-ટેમ્પોટ્રેક્સ વચ્ચે ટક્કર, ૭ લોકોનાં મોત

aapnugujarat

‘લાયન્સ કલબ પરિવાર દિયોદર’ દ્વારા પદગ્રહણ સમારોહ યોજાયો

aapnugujarat

સુરત, વડોદરા સહિતના શહેરોમાં સ્વાઈનફ્લુનો સપાટો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1