Aapnu Gujarat
ગુજરાત

‘લાયન્સ કલબ પરિવાર દિયોદર’ દ્વારા પદગ્રહણ સમારોહ યોજાયો

દિયોદર ખાતે આવેલ દેશી લોહાણા મહાજન વાડીમાં લાયન્સ ક્લબ પરિવાર દિયોદર દ્વારા પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદગ્રહણ સમારોહમાં પધારેલ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. કાર્યક્રમમાં પધારેલ મહેમાનોનું બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજુ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પધારેલા મહેમાનોનું ફેંટો તેમજ મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાર્થના, મિટિંગ કોલ ટુ ઓર્ડર, રાષ્ટ્ર ધ્વજ વંદન, સ્વાગત પ્રવચન, મહેમાનોનો પરિચય, પ્રવૃત્તિ અહેવાલ, પદગ્રહણ વિધિ, નવા વરાયેલા પ્રમુખનું પ્રતિભાવ, પ્રાસંગિક પ્રવચન, રાષ્ટ્રગીત વગેરે કાર્યક્રમો કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે સુરેશ શાહ લાયન્સ કલબ ઓફ ઇન્ટરનેશનલ, દિયોદર તાલુકાના મત વિસ્તારના ધારાસભ્ય શિવાભાઇ ભુરીયા, દિયોદરના પૂર્વ ધારાસભ્ય માનસિંહજી વાઘેલા, જિલ્લા પંચાયતના સદસ્ય રમેશ ચૌધરી, ચિનુભાઈ પાંચાણી, પ્રદીપ શાહ, રમણીકલાલ શાહ, સુરેશ શાહ, ઈશ્વર પટેલ, જયંતી દોશી, મહેશ ચૌધરી, ડામરા પટેલ તેમજ લાયન્સ કલબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ પદગ્રહણમાં લાયન્સ ક્લબના પ્રમુખ પ્રદીપ કુમાર શાહ અને એમની ટીમનો શપથ ગ્રહણ કર્યા હતાં અને તમામ લાયન્સ ક્લબ પરિવારને વિવિધ કામગીરીઓ પણ પદગ્રહણ વિધિ કરતા સુરેશ શાહ દ્વારા આપવામાં આવી હતી. જોકે આ લાયન્સ કલબ દિયોદરની વાત કરીએ તો વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરે છે જેમાં રક્તદાન કેમ્પ, મેડિકલ કેમ્પ, પાણીની પરબ ,ચબૂતરો, પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ, જરૂરીયાત મંદ બાળકોને મીઠાઈ અને કપડાં વિતરણ, શરબતનું વિતરણ અને દિયોદર તાલુકાના વખા ખાતે દર શનિવારે હનુમાનજીના મંદિરે આવતા ભક્તોને પ્રસાદ જેવી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ લાયન્સ કલબ કરે છે. આ પદગ્રહણમાં વડીલો, યુવાનો, માતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જામાભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પદગ્રહણની આભાર વિધિ બાદ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર, બનાસકાંઠા)

Related posts

વડાલી તાલુકાના ભંડવલ ગામે ગાંધી જ્યંતિની ઉજવણી કરાઈ

aapnugujarat

ગુજરાત કોંગ્રસ : અમિત ચાવડા સામે આંતરિક બળવાના સાફ સંકેતો

aapnugujarat

जापान के प्रधानमंत्री श्री शिंजो आबे की पत्नी श्रीमती अकि आबे का अंधजन मंडल में दिव्यांग भाइयों द्वारा बैंड की सुरावलियों से स्वागत किया गया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1