Aapnu Gujarat
ગુજરાત

વડાલી તાલુકાના ભંડવલ ગામે ગાંધી જ્યંતિની ઉજવણી કરાઈ

આજે વડાલી તાલુકાના ભંડવલ ગામમાં ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વડાલી તાલુકા પંચાયતના ટીડીઓ, વડાલી મામલતદાર, તલાટી, સરપંચ, પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલના બાળકો, શિક્ષકો, ગ્રામજનો, સેવા મંડળી દૂધ મંડળીના ચેમેનન, સેક્રેટરી, પંચાયત સભ્યોેએ ગામમાં રેલી સ્વરૂપે ફરી પ્રધાન્યમંત્રી મોદીનું સપનું પ્લાસ્ટીક મુક્ત ભારત બનાવવા ગામમાંથી પ્લાસ્ટીક વીણી જે નગરપાલિકામાં મોકલાયું હતું. ભંડવાલ ગામેં મામલતદાર તથા ટીડીઓની હાજરીમાં ગ્રામ સભા યોજાઈ જેમાં ગ્રામજનો હાજર રહ્યા ગામમાં કોઈ પણ સમસ્યા ન હોવાથી ગામમાં સુખદ રીતે ગ્રામ સભા પુરી કરી અને અંતે પંચાયતની બાજુમાં વૃક્ષારોપણ કરી ગ્રામજનો છુટા પડયા હતાં. ગાંધી જયંતી નિમિત્તે પોગ્રામને સફળ બનાવવા બદલ ભંડવાલ. જુનીભંડવાલ, નાકોદના ગ્રામજનોનો ભંડવાલ પંચાયત દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)

Related posts

વિરમગામના લીંબડ ખાતે પપેટ શો દ્વારા ટીબી તથા રક્તપિત્ત અંગે જનજાગૃતિ કરવામાં આવી

aapnugujarat

ગેરકાયદેસર કોલ સેન્ટરનો પર્દાફાશ : ચારની ધરપકડ

aapnugujarat

કોંગ્રેસે ગુજરાતમાં ચૂંટણી જીતવા માટેની સુવર્ણ તક ગુમાવી દીધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1