Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠામાં નદી નાળામાં પાણી આવતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી

છેલ્લા બે દિવસથી સાબરકાંઠા તથા આજુબાજુના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદને કારણે સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદી બે કાંઠે વહેવા લાગી છે. મળતી માહિતી મુજબ પ્રાંતિજ પાસે આવેલા લાકરોડા ચેકડેમ અધિકારી સાથે વાત કરતા અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાક દરમિયાન અંદાજે ૨૧ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું જેમાં લાકરોડા ચેકડેમના કુલ આઠ દરવાજા ખોલવામાં આવ્યા હતા. નદીઓ બે કાંઠે વહેવાને કારણે લોકો નદીનાં પાણી જોવા ઉમટી પડ્યા હતા. સાબરકાંઠા તથા અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે નદીમાં પાણીનો સ્ત્રોત મથી રહ્યો છે. લાકરોડા ડેમમાંથી છોડવામાં આવેલ પાણી વાસણા બેરેજ ડેમ ખાતે સ્ટોરેજ કરવામાં આવે છે તેવું અધિકારીએ જણાવ્યું હતું
(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)

Related posts

શહેરમાં મેલેરિયા સહિત પાણીજન્ય રોગના કેસોની સંખ્યા વધી

aapnugujarat

सूरत दौरे पर पहुंचे केजरीवाल, शाम में करेंगे 7 किलोमीटर लंबा रोड शो

editor

ઇવીએમ-વીવીપેટની સુરક્ષા માટે ત્રણ સ્તરીયની સલાતમી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1