Aapnu Gujarat
ગુજરાત

ગેરકાયદેસર કોલ સેન્ટરનો પર્દાફાશ : ચારની ધરપકડ

શહેરમાં ગેરકાયદે રીતે ધમધમતા કોલ સેન્ટર પકડાવાનો સિલસિલો હજુ પણ ચાલુ રહ્યો છે. ડીસીપી ઝોન-૫ની સ્કવોડે ગઇ મોડી રાત્રે શહેરના નિકોલ વિસ્તારમાં દિવ્યજીવન સ્માર્ટ હોમ્સ સ્કીમના એક મકાનમાંથી ગેરકાયદે રીતે ચાલતુ કોલ સેન્ટર પકડી પાડયું હતું અને ઘટનાસ્થળેથી ચાર આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે ચાર લેપટોપ, મેજિક જેક, એલઇડી ટીવી સહિત રૂ.૨.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એ વાતનો ખુલાસો થયો હતો કે, આરોપીઓ ગુગલ વોઇસ મારફતે કોલ કરીને અમેરિકાના નાગરિકોને લોન આપવાની લાલચ આપી એગ્રીમેન્ટ અને વેરીફિકેશન ફીના નામે લાખો રૂપિયા ખંખેરતા હતા. ડીસીપી ઝોન-૫ની સ્કવોડ ગઇ મોડી રાત્રે નિકોલ વિસ્તારમાં અમરજવાન સર્કલ પાસે પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ્ટેબલ જયેશભાઇને બાતમી મળી હતી કે, દિવ્યજીવન સ્માર્ટ હોમ્સના મકાન નં-એ/૧૦૫માં વિદેશી નાગરિકો સાથે ગેરકાયદે કોલ મારફતે ઠગાઇ કરવાનું ઇન્ટરનેશનલ કોલ સેન્ટર કૌભાંડ ચાલી રહ્યું છે, તેથી પોલીસે તાત્કાલિક ઉપરોકત સ્થળે દરોડા પાડયા હતા. પોલીસના અચાકન દરોડાને પગલે મકાનમાં ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતા આરોપી યુવકો રંગેહાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળેથી આરોપી કરણ લક્ષ્મણભાઇ ભટ્ટ(ઉ.વ.૨૨)(રહે.બાપુનગર, હીરાવાડી), લેલૈસસિંગ ચૌહાણ(ઉ.વ.૨૪), કૈલાસ મોહનલાલ જિનાગલ(ઉ.વ.૩૫) ને રાહુલ રાકેશકુમાર કોરી(ઉ.વ.૨૦)ની ધરપકડ કરી લીધી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપીઓ મેજિક જેક અને ગુગલ વોઇસ મારફતે અમેરિકન નાગરિકોને ફોન કરી તેઓને લોન આપવાની લાલચમાં ફસાવી જુદી જુદી વેરીફિકેશન ફી, લોન એગ્રીમેન્ટ ફીના નામે પૈસા પડાવતા હતા. પોલીસે મકાનમાંથી ચાર લેપટોપ, ચાર ઇયરફોન, મેજિક જેકટ, એલઇડી ટીવી સહિતનો રૂ.૨.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયમાં શહેર પોલીસે શાહઆલમ, વટવા, ચાંદખેડા સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે રીતે ધમધમતા કોલ સેન્ટરોનો પર્દાફાશ કરી સખત કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ તેમછતાં ગુનેગાર તત્વો પોલીસથી બેખોફ થઇ તેમની ગેરકાયેદ કોલ સેન્ટરની ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રાખી રહ્યા છે, તેથી પોલીસે હવે કોઇ આકરી કાર્યવાહી કરવી જોઇએ તેવી પણ સ્થાનિક રહીશોમાં માંગ ઉઠી હતી.

 

Related posts

अहमदाबाद शहर के विभिन्न क्षेत्रों में बारिश

aapnugujarat

मानसून की सुस्ती ने तोड़ दिया ७ साल का रिकॉर्ड

aapnugujarat

રતનપોળ-ગાંધીરોડ વિસ્તારોમાં તમામ અતિક્રમણ દૂર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1