Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કાશ્મીરમાં બેટ અને સ્નાઇપર હુમલા કરવાની પાક.ની તૈયારી

જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાની કાર્યવાહીથી હચમચી ઉઠેલા પાકિસ્તાને સરહદ પર મોટી સંખ્યામાં સ્નાઇપર અને કુખ્યાત બોર્ડર એક્શન ટીમના જવાનો તૈનાત કર્યા છે. સેટેલાઈટથી મળેલા સુત્રથી આ અંગેની માહિતી મળી રહી છે. પાકિસ્તાની સરહદના આતંકવાદી લોંચપેડ વધી ગયા છે. પ્રજાસત્તાક દિવસની ઉજવણી આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે આ પ્રકારના અહેવાલ મળી રહ્યા છે. પાકિસ્તાન સ્નાઇપર અને બેટ જવાન મારફતે હુમલા કરવાની યોજના ધરાવે છે. છેલ્લો થોડાક મહિનાના ગાળામાં ભારતીય સુરક્ષા દળોએ તમામ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો છે. આને ધ્યાનમાં લઇને હવે પાકિસ્તાને પોતાની રણનીતિ બદલી નાંખી છે. પાકિસ્તાનના કાવતરામાં કુંપવારામાં રહેનાર મોહમ્મદ અશરફની મદદ મળી રહી છે. આ શખ્સ હાલમાં પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં છે. પાકિસ્તાન તેમની મદદથી તંગધાર વિસ્તારમાં આત્મઘાતી હુમલા કરવાની યોજના ધરાવે છે. જાણકાર લોકોએ કહ્યું છે કે, પાકિસ્તાન ૨૬મી જાન્યુઆરી પહેલા બેટ મારફતે હુમલા કરવાની યોજના ધરાવે છે. પાકિસ્તાની આતંકવાદીઓની ગતિવિધિ અંકુશરેખા ઉપર ઓછામાં ઓછા ત્રણ સેક્ટરોમાં જોવા મળી છે. આ પાકિસ્તાની ત્રાસવાદીઓ અને જવાનો ગુપ્તરીતે ભારતીય સરહદમાં ઘુસીને હુમલાની ફિરાકમાં છે. પાકિસ્તાનમાં અનેક જગ્યા પર સ્નાઇપર ગોઠવી દેવામાં આવ્યા છે. તક મળતાની સાથે જ હુમલા કરી શકાય છે. પાકિસ્તાને આ પગલા એવા સમયે લીધા છે જ્યારે ઉત્તરીય કાશ્મીરના ત્રાસવાદ પ્રભાવિત જિલ્લામાંથી એક એવા બારામુલ્લામાં હવે કોઇ ત્રાસવાદી નથી. બારામુલ્લાને કાશ્મીર ખીણના એવા જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યો છે જ્યાં હવે કોઇ ત્રાસવાદી નથી. બુધવારના દિવસે બારામુલ્લામાં ત્રણ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. આ ત્રણ ત્રાસવાદીઓનો સફાયો કરવામાં આવ્યા બાદ ત્રાસવાદ મુક્ત બારામુલ્લાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતની સાથે બારામુલ્લા ખીણના એવા પ્રથમ જિલ્લા તરીકે છે જ્યાં હવે કોઇ ત્રાસવાદી નથી. જમ્મુ કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગ સિંહે આની જાહેરાત કરતા કહ્યુ છે કે બારામુલ્લામાં જિલ્લામાં બુધવારે અથડામણમાં છેલ્લા ત્રણેય ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. હવે આજની તારીખમાં બારામુલ્લામાં કોઇ જીવિત ત્રાસવાદી નથી. બુધવારના દિવસે જ રાજ્યના બારામુલ્લામાં સેના, પોલીસ અને સીઆરપીએફના એક સંયુક્ત ઓપરેસનમા ત્રણ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

To protest against alleged anti-farmer policies, Samajwadi Party to launch state-wide Kisan Yatras from Dec 7

editor

નાનાં શહેરોમાં સસ્તામાં ડેટાથી પોર્ન જોનાર લોકોની સંખ્યા વધી રહી છે

aapnugujarat

શ્રીદેવી પંચતત્વમાં વિલિન : લાખો ચાહકો ભાવનાશીલ બન્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1