Aapnu Gujarat
તાજા સમાચારમનોરંજન

શ્રીદેવી પંચતત્વમાં વિલિન : લાખો ચાહકો ભાવનાશીલ બન્યાં

બોલિવુડની ચાંદની શ્રીદેવી પંચતત્વમાં વિલિન થઇ ગઇ હતી. લાખોની સંખ્યામાં ચાહકો અને મહાનાયક અમિતાભ બચ્ચન સહિત બોલિવુડની તમામ સેલિબ્રિટીઓ શ્રીદેવીના અંતિમસંસ્કાર વેળા ઉપસ્થિત રહી હતી.  પતિ અને ફિલ્મ નિર્માતા-નિર્દેશક બોની કપુરે શ્રીદેવીને અગ્નિદાહ આપ્યો હતો. આ ગાળા દરમિયાન તમામ ભાવનાશીલ બની ગયા હતા. કરોડો લોકોના દિલોદિમાગ પર વર્ષો સુધી રાજ કરનાર બોલિવુડની રૂપની કી રાની શ્રીદેવીના પૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.  શ્રીદેવીને દુલ્હનની જેમ સજાવવામાં આવી હતી. તેને લાલ ખુબસુરત વસ્ત્રો પહેરાવવામાં આવ્યા હતા. સવારમાં સેલિબ્રેશન સ્પોર્ટસ ક્લબમાં પાર્થિક શરીરને તમામ ચાહકો માટે રાખવામાં આવ્યા બાદ બપોરે શ્રીદેવીની અંતિમ યાત્રા શરૂ થઇ હતી જે કલાકો સુધી ચાલી હતી. રસ્તામાં લાખો ચાહકો ઉમટી પડ્યા હતા.  મુંબઇના વિલે પાર્લે શ્મશાન ગૃહમાં શ્રીદેવીના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. તમિળનાડુથી ખાસ રીતે બોલાવવામાં આવેલા પંડિતોએ ખાસ વિધી કરી હતી. દક્ષિણ ભારતની રીતી મુજબ શ્રીદેવીના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. વિલે પાર્લે શ્મશાન ગૃહની બહાર લોકો ઉમટી પડ્યા હતા.
મુંબઇ પોલીસના બેન્ડે પણ હાજરી આપી હતી. પરિવારના સભ્યોની ધીરજ ખુટી પડી હતી. તમામ રડી પડ્યા હતા. મુશ્કેલના સમયમાં અર્જુન કપુરે તમામને સંભાળી લીધા હતા અને હિમ્મત આપી હતી.  અગાઉ મંગળવારે રાત્રે આશરે ૯.૩૦ વાગે શ્રીદેવીના પાર્થિક શરીરને મુંબઇમાં લાવવામાં આવ્યા બાદ અંતિમ ચાંદની રાત પોતાના ઘરમાં ગાળ્યા બાદ આજે સવારે તેમના મૃતદેહને સેલિબ્રેશન સ્પોટ્‌ર્સ ક્લબમાં લાવવામાં આવ્યો હતો. અહીં તેમના પાર્થિવ શરીરને લાવવામાં આવ્યા બાદ તેમના ચાહકો ઉમટી પડ્યા હતા. શ્રદ્ધાંજલિ આપવા માટે લોકોની લાંબી લાઇનો લાગી હતી. લોકો અંતિમ દર્શન માટે લાઇનમાં ઉભેલા જોવા મળ્યા હતા. બોલિવુડના તમામ દિગ્ગજ કલાકારો પણ પહોંચી ગયા હતા. સેલિબ્રેશન સ્પોર્ટસ ક્લબમાં ફિલ્મ મેકર ફરાહ ખાન સહિતના તમામ લોકો પહોંચ્યા હતા. સેલિબ્રેશન ક્લબમાં એશ્વર્યા બચ્ચન, સુષ્મિતા સેન પણ પહોંચી હતી.  અત્રે નોંધનીય છે કે શનિવારે મોડી રાત્રે જુમેરાહ અમીરાત ટાવરની હોટલમાં પોતાના રુમના બાથરુમમાં બેભાન હાલતમાં શ્રીદેવી મળી હતી અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બાદ તેને મૃત જાહેર કરાઈ હતી. તે શરાબના નશામાં પણ હતી. સંતુલન ગુમાવી દીધા બાદ બાથટબમાં પડી હતી . અત્રે નોંધનીય છે કે બોલિવુડની મહાન હસ્તી શ્રીદેવીનુ શનિવારે રાત્રે દુબઇમાં અવસાન થયું હતું. શ્રીદેવી બોની કપૂરના ભાણિયા મોહિત મારવાના લગ્નમાં ભાગ લેવા માટે પરિવાર સાથે દુબઈ પહોંચી હતી. ખુબ જ શાનદાર લગ્ન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્ન કાર્યક્રમમાં શ્રીદેવી ખુબ ખુબસુરત અને તમામની સાથે નજરે પડી હતી. સંગીત કાર્યક્રમમાં પણ દેખાઈ હતી પરંતુ મોડી રાત્રે શ્રીદેવી શરાબના નશામાં બાથટબમાં પડી જતા આકસ્મિક ડુબી જવાથી તેમનુ મોત થયું હતું. શનિવારે ૧૧.૩૦ વાગે રાત્રે શ્રીદેવીના અવસાનની જાહેરાત કરવામાં આવી હતી. બોલીવુડમાં ચાંદનીના નામથી લોકપ્રિય શ્રીદેવીએ પોતાના કેરિયરની શરૂઆત ૧૯૭૮માં આવેલી સોલવા સાવન ફિલ્મથી કરી હતી પરંતુ બોલીવુડમાં સફળતા પાંચ વર્ષ બાદ હિમ્મવાલામાં મળી હતી. તમામ તપાસ કરી દેવામા ંઆવ્યા બાદ આખરે આકસ્મિક બાથટબમાં ડુબી જવાથી મોત થયાનું તારણ જારી કરવામાં આવ્યું હતું.
આખરે દુબઇમાં હાઇ પ્રોફાઇલ કેસને બંધ કરી દેવામાં આવ્યા બાદ પરિવારના સભ્યોને શ્રીદેવીનો પાર્થિવ શરીર સોંપી દેવામાં આવ્યો હતો.બોલિવુડ સ્ટાર અનિલ કપુર પણ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અંતિમસંસ્કાર પહેલા તમામ લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા જેમાં ટોચના ઉદ્યોગપતિ કુમારમંગલમ બિરલાનો પણ સમાવેશ થાય છે. બોલિવુડના તમામ લોકો સવારથી જ પહોંચી ગયા હતા.

Related posts

શ્રમ મંત્રાલય રોકાણ ક્યાં કેટલું કરવું તેની જાણકારી આપશે

aapnugujarat

FPI के प्रतिनिधियों के साथ जल्द बैठक करेंगे आर्थिक मामलों के सचिव : सरकार

aapnugujarat

તેલંગણામાં માઓવાદી હુમલાનો ખતરો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1