Aapnu Gujarat
ગુજરાત

OBC માં પાટીદાર સમાજનો સમાવેશ કરો : Hardik Patel

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ ત્રણ દિવસથી સુરતની મુલાકાતે હતા. આજે ત્રીજા દિવસે તેમણે મીડિયા સાથે ઓબીસી સંશોધન બિલને લઈને વાત કરતા જણાવ્યું કે બિલને હું આવકારું છું. અનામતની ૫૦ ટકાની મર્યાદા વધારવી જાેઈએ અને પાટીદાર સમાજને ઓબીસીમાં સમાવવા માટે બે વર્ષથી અરજી કરી છે તેનો ઉકેલ લાવો.
હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે ઓબીસી અનમાત બિલનો સ્વીકાર કરું છું પરંતુ સરકારને મારી વિનંતી છે કે દરેક સમાજના આર્થિક અને સામાજિક ધોરણે સર્વે કરવામાં આવે. જેથી કરીને ખરેખર અનામતનો લાભ કયા સમાજને કેટલી જરૂરિયાત છે તે મુજબ આપવો જાેઈએ. જેથી દરેક સમાજના લોકોને લાભ મળી શકે. ઓબીસી સંશોધન બિલની અંદર આ અગાઉ પણ આ રીતે રાજ્ય સરકારને ઓબીસીમાં જે જ્ઞાતિને સમાવવી હોય તે જ્ઞાતિને સમાવવા માટેની સત્તા હતી પરંતુ તે કેન્દ્ર સરકાર દ્વારા લઇ લેવામાં આવી હતી. ફરી એક વખત આપવામાં આવી છે. જેતી રાજ્ય સરકારે અનામત માટે જે ૫૦ ટકાની મર્યાદાઓ રાખી છે તે મર્યાદાને હવે વધારવાની જરૂરિયાત જણાઈ રહી છે અમે આ બાબતે ઘણી વખત રજૂઆત કરી ચૂક્યા છીએ.
પાટીદાર સમાજને ઓબીસીમાં સ્થાન મળે એ માટે અમે લાંબી લડત લડી છે અને આંદોલન કર્યા છે. છેલ્લાં ૨ વર્ષથી ઓબીસી કમિશનમાં અમે પાટીદાર સમાજને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં સમાવેશ કરવા માટેની અરજી પણ કરી છે. હવે તેનો ઉકેલ લાવવો જાેઈએ. સરકારે આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત હોય તેને અનામતનો લાભ આપવો જાેઇએ. એક સવર્ણ સમાજનો પરિવાર સુખી હોય શકે પરંતુ સવર્ણ સમાજના બધા પરિવાર સુખી ન હોય શકે. માટે હું વારંવાર કહું છું કે કોઈપણ જ્ઞાતિના લોકોને અનામતનો લાભ મળવો જાેઈએ. બધા જ બ્રાહ્મણો પૈસાદાર નથી કે બધા જ પાટીદારો પૈસાદાર નથી. બ્રાહ્મણોમાં પણ કેટલાક પરિવાર એવા છે કે જે ખૂબ જ આર્થિક રીતે પગભર નથી તેમને પણ અનામતનો લાભ મળવો જાેઇએ. પાટીદાર સમાજમાં પણ એવા ઘણા બધા પરિવાર હશે જે ખૂબ ગરીબ છે અથવા તો અન્ય કોઈ સમાજના લોકો પણ આર્થિક રીતે સદ્ધર ન હોય તો તેવા પરિવારોને પણ અનામત મળવું જાેઈએ.

Related posts

દેશને લૂંટનાર કોઇને છોડવામાં આવશે નહીં : મોદી

aapnugujarat

કડી પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ નું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું

editor

कंडला पोर्ट विश्व व्यापार में निर्णायक भूमिका अदा करेगा : प्रधानंमत्री मोदी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1