Aapnu Gujarat
રાષ્ટ્રીય

દિલ્હીમાં ૬ વર્ષની દલિત બાળકી પર ગેંગરેપ

પૂર્વ દિલ્હીના ત્રિલોકપુરી વિસ્તારમાં બુધવારે રાત્રે ૬ વર્ષની દલિત બાળકી પર શખસ દ્વારા ગેંગરેપ કર્યા હોવાની કરુણ ઘટના સામે આવી છે. આ ઘટનામાં પોલીસે બેમાંથી એક આરોપીની ધરપકડ કરી લીધી છે. પરિવારે પોલીસ પર એફઆઇઆર દાખલ કરવામાં આનાકાની કરવાનો આરોપ લગાવ્યો છે.
જે બાળકી હાલ સમજણી પણ થઈ નથી, તેના પર દુષ્કર્મીઓ દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. દિલ્હીમાં રેપના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે, થોડા દિવસ પહેલાં પણ દલિત બાળકી પર રેપની ઘટના સામે આવી હતી. એવામાં દિલ્હી હવે રેપનું પણ કેપિટલ બનતું જાય છે.
બાળકીના એક સંબંધીએ કહ્યું,’ તે રડતાં-રડતાં ઘરે આવી હતી, હાથ તેના ફ્રોક સાથે બાંધી દીધા હતા. તેણે કહ્યું, તેને ઈજા પહોંચી છે. પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી નીકળતું હતું. ફરીવાર પૂછવા પર બાળકીએ જણાવ્યું કે મારી સાથે બળજબરી થઈ છે. દુષ્કર્મીઓએ પરિવારને કેસ નોંધાવતાં ધમકી આપી હતી.
બાળકીના પરિવારનો આરોપ છે કે દિલ્હી પોલીસ એફઆઇઆર દાખલ કરવામાં આનાકાની કરી રહી હતી. તેમનું કહેવું હતું કે આનાથી પરિવારની બદનામી થઈ જશે. જાેકે પોલીસનો દાવો છે કે ઘટના પછી તરત જ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી.
ડીસીપી પ્રિયંકા કશ્યપ પ્રમાણે,’બાળકીનું મોડી રાત્રે મેડિકલ કરવામાં આવ્યું. તેની સ્થિતિ હાલ ઠીક છે. એવામાં તેને હોસ્પિટલમાં દાખલ નથી કરવામાં આવી. તેનું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું છે. ૩૪ વર્ષીયના એક પડોશીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પરિણીત છે.

Related posts

अमेरिका में बापू का अनादर : उपद्रवियों ने तोड़ी प्रतिमा

editor

અલવર ગેંગ રેપ : ગહેલાત સરકારને ટેકો પાછો ખેંચી લેવા નરેન્દ્ર મોદીએ માયાવતીને પડકાર ફેંક્યો

aapnugujarat

ભારત એક સેક્યૂલર દેશ છે, ઈસ્લામિક બેંકિંગ લાવવાનો કોઈ ઈરાદો નથી : નકવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1