Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારત એક સેક્યૂલર દેશ છે, ઈસ્લામિક બેંકિંગ લાવવાનો કોઈ ઈરાદો નથી : નકવી

મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું છે કે ફાઈનાન્શિયલ જરૂરિયાત માટે દેશમાં અલગ-અલગ બેંકોનું મોટું નેટવર્ક છે. આ માટે ઈસ્લામિક બેંકિંગ લાવવા માટે સરકારનો કોઈ ઈરાદો નથી. ઈસ્લામિક કે શરિયા બેંકિંગ ફાઈનાન્સની એક એવી સિસ્ટમ છે, જેમાં વ્યાજ લેવામાં આવતું નથી.લઘુમતી મામાલાઓના મંત્રી નકવીએ રવિવારે કહ્યું કે સરકાર ભારતમાં ઈસ્લામિક બેંકિંગની અનુમતિ નહીં આપે કારણ કે ભારત એક સેકયુલર અને ડેમોક્રેટિક દેશ છે.  તેમણે કહ્યું કે અહીં ઘણી સરકારી અને શેડયુલ્ડ બેંક છે અને હાલની બેંકિંગ સિસ્ટમ તમામ માટે ઉપલબ્ધ છે. આ કારણે સરકાર ઈસ્લામિક બેંકિંગનો કોનસેપ્ટ લાવવા વિશે વિચારી રહી નથી. કેટલાક સંગઠન અને લોકોએ આ મામલા પર સુચન આપ્યા હતા, પરતું અમારો કોઈ એવો ઈરાદો નથી.સંસદના શિયાળું સત્ર વિશે નકવીએ કહ્યું કે સરકાર તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા માટે તૈયાર છે. વિપક્ષ પાસેથી પણ સરકારને એ અપેક્ષા છે કે તે સંસદના બંને ગૃહને યોગ્ય રીતે ચલાવવામાં મદદ કરે. તેમણે કહ્યું કે સંસદ ચર્ચા કરવા અને નિર્ણય લેવા માટે છે. એવામાં કોઈ સંસદની કાર્યવાહીમાં અડચણ ઉત્પન કરે છે તો તે સંસદની મર્યાદની વિરુધ્ધમાં છે.ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)એ એક મોટા પગલા હેઠળ દેશમાં ઇસ્લામિક બેંક લાવવાના પ્રસ્તાવનો સ્વીકાર નહીં કરવાનો નિર્ણય લીધો હતો. માહિતી અધિકાર (આરટીઆઇ) હેઠળ માગવામાં આવેલી માહિતીમાં સેન્ટ્રલ બેંકે જણાવ્યું કે બધા નાગરિકોને બેંકિંગ અને અન્ય નાણાકીય સેવાઓની વિસ્તૃત અને સમાન તકની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. ઇસ્લામિક કે શરીયા બેંકિંગ એવી નાણાકીય વ્યવસ્થા છે જે વ્યાજ નહીં લેવાના સિદ્ધાંત પર ચાલે છે, કારણ કે વ્યાજ લેવાનું ઇસ્લામમાં હરામ છે.આરટીઆઇના જવાબમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં ઇસ્લામિક બેંક લાવવાના મુદ્દા પર રિઝર્વ બેંક અને સરકારે વિચાર કર્યો છે. સમાચાર એજન્સી પીટીઆઇના સંવાદદાતા તરફથી દાખલ કરાયેલી આરટીઆઇમાં જણાવવામાં આવ્યું છે કે બધા નાગરિકોને બેંકિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસિસ વિસ્તૃત અને સમાન રીતે ઉપલબ્ધ છે, તેથી પ્રસ્તાવ આગળ નહીં વધારવાનો નિર્ણય લેવાયો છે. આંકડાકીય અહેવાલ પ્રમાણે વિશ્વના ૧૦૫ દેશોમાં ત્રણસોથી વધુ ઈસ્લામિક નાણાંકીય સંસ્થા છે. સાઉદી અરેબિયાના ભારતના રાજદૂત સૌદ અલસાતીએ વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૧૭ ગ્લોબલ સમિટમાં જણાવ્યું હતું કે જિદ્દાહ સ્થિત ઇસ્લામિક ડેવલપમેન્ટ બેંક ગુજરાતમાં તેની કામગીરી શરૂ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એપ્રિલ ૨૦૧૬માં યુએઇના પ્રવાસ દરમિયાન ઇન્ડિયન એક્ઝિમ બેંકે આઇડીબીના સભ્ય દેશોમાં નિકાસને સહાયરૂપ થવા ૧૦ કરોડ ડોલરની ક્રેડિટ લાઇન માટે આઇડીબી સાથે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા.

Related posts

કર્ણાટકનાં લોકાયુક્ત પર હુમલો : હુમલાખોર પકડાયો

aapnugujarat

4 माह के अंदर अयोध्या में बनेगा भव्य राम मंदिर : अमित शाह

aapnugujarat

ભાજપ ૨૦૧૯ની જેમ સરળતાથી નહીં જીતે : થરૂર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1